Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

મોટી પાનેલીમાં કાલે એમ્બ્યુલન્સ લોકાર્પણ

મોટી પાનેલી, તા.૧૯:  મોટી પાનેલી ના રહીશ અને જેમના પરિવારે વર્ષો સુધી ગામનાં સરપંચ પદે રહી કોઇપણ જ્ઞાતિ જાતિ ના ભેદભાવ વિના ગામના દરેક નાના મોટા નાગરીકોને મદદરુપ બની ગામમાં શંપ અને શાંતિ સ્થાપિત કરી જેની સુગંધ આજે વર્ષો બાદ પણ પ્રસરેલી છે તેવા રાજકોટના ગેલેકસી ગૃપના જગજીવન હરીભાઇ ભાલોડિયા પરિવાર તરફથી મોટી પાનેલી ગામને નવી એમ્બ્યુલન્સ નુ લોકાર્પણ રવિવારે સવારે ૯ કલાકે અત્રેની શ્રી લોહાણા મહાજન વાડી ખાતે નિર્ધારીત કરેલ છે.  યોગદાન બદલ ભાલોડિયા પરિવારનુ સન્માન પણ ગ્રામજનો સહુ સાથે મળીને કરવામાં આવે માટે દરેક ગ્રામજનો ને લોકાર્પણ કાર્યક્રમ હાજરી આપવા આયોજકો દ્રારા સર્વોને આમંત્રણ છે.

(11:43 am IST)