Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

ક્રૂર પિતાને 17 વર્ષની દીકરીને આડેધડ ફટકારી મોતને ઘાટ ઉતારી :હત્યાનું કારણ હજુ રહસ્યમય

ભાવનગરના મામસાનો બનાવ :કારણ અકસ્માતનું જણાવ્યું પણ પીએમ રિપોર્ટ ભાંડો ફૂટ્યો :મૃતકની માતાએ નોંધાવી ફરિયાદ

ભાવનગર જીલ્લાનાં મામસા ગામે ક્રૂર પિતાએ 17 વર્ષની પુત્રીને આડેધડ ફટકારતા મોતને ઘાટ ઉતારી છે જોકે મોતનું કારણ અકસ્માત જણાવ્યું હતું પરંતુ પીએમ રિપોર્ટમાં મારકૂટ થયાનું ખુલ્યું હતું

 

    મામસામાં રહેતા જગદીશભાઈ ચુડાસમા નામનાં શખ્સ દ્વારા પોતાની સગીર દીકરીને આશરે ચાર પાંચ દિવસ પહેલા ઢોર માર મારવામાં આવ્યો હતો. પિતાએ દીકરીને ઢોર મારતા દીકરી ગંભીર રીતે ઘવાઇ હતી. ત્યારબાદ દીકરીને સર ટી હોસ્પીટલમાં સારવારમાં ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન હૉસ્પિટલમાં દીકરીનું મોત થતા ચકચાર મચી જવા પામીએ છે.

    ચાર-પાંચ દિવસ પહેલા પિતાએ પોતાની 17 વર્ષીય સગીરાને આડેધડ પેટ, સાથળ અને સમગ્ર શરીર પર લાતો અને પટ્ટી વડે ઢોર મારતા દીકરી ગંભીર રીતે ઘવાઇ હતી. દીકરી ગંભીર રીતે ઘવાઇ હોવાનું ભાન થતા ક્રુર પિતાએ તેને ચાર-પાંચ દિવસ પહેલા સર ટી હોસ્પીટલમાં ખસેડી હતી અને કારણ અકસ્માતનું રજુ કર્યું હતું, જો કે પીએમ રીપોર્ટ આવતા પિતાનો ભાંડો ફૂટી પડ્યો હતો

   સગીરની માતાએ ઘોઘા પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિરૂદ્ધ દીકરીની હત્યાની ફરિયાદ નોંધાવી છે. સગીર દીકરીનાં મોતને પગલે અને માતાએ પોતના પતિ વિરુદ્ધ માર મારવાની ફરિયાદ નોંધાવીને માતા તરીકેની ફરજ પૂરી પાડી છે. સમગ્ર ઘટનામાં હજુ સુધી સગીર યુવતીનાં મોતનું કારણ અકબંધ છે .પોલીસે હત્યારા પિતાને પકડાવા માટે તજવીજ હાથ ધરી છે.

(1:46 am IST)