Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

આજે ચૈત્રી નવરાત્રીના સાતમાના નોરતે દેવી કાળરાત્રીની ઉપાસના

રાજકોટ : ચૈત્રી નવરાત્રીનું આજે સાતમુ નોરતુ છે.આજે દેવી કાળ રાત્રીની આરાધના થાય છે. આ દેવીનો વર્ણ શ્‍યામ અને તેનુ સ્‍વરૂપ ભયંકર છે. તેને મોટી લાલ આંખો, લાલ જીભ મોઢાની બહાર, હાથમાં રાક્ષસનું કાપેલુ માથુ અને ખપ્‍પર હોય છે. તે કાલીમાં અથવા મહાકાળી તરીકે પણ ઓળખાય છે. દેવી કાળરાત્રીને ત્રણ આંખો અને છુટ્ટા કાળા વાળ અને વીજળીની આગ જેવી ચમકતી માળા પહેરી હોય છે. દુર્ગાનો અવતાર અસૂરોના સંપૂર્ણ વિનાશ માટે થયો હોવાનું માનવામાં આવે છે. કાળરાત્રી નામ તેમણે અસૂરો માટેના કાળની રાત્રી તરીકે રાખ્‍યુ હોવાનું પણ માનવામાં આવે છે.

(4:42 pm IST)