Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

વેરાવળ-અમદાવાદ અને જામનગર-વડોદરાની વિશેષ ટ્રેનો રદ્દ

રાજકોટ,તા. ૧૯:  વેરાવળ-અમદાવાદ અને જામનગર-વડોદરાની વિશેષ ટ્રેનો આજે ૧૯ એપ્રિલથી રદ કરવામાં આવી છે કોરોના રોગચાળાને લીધે મુસાફરોની સંખ્‍યા ઓછી હોવાને ધ્‍યાનમાં રાખીને રેલવે વહીવટી તંત્ર દ્વારા આગામી સૂચના સુધી વેરાવળ-અમદાવાદ-વેરાવળ અને જામનગર-વડોદરા-જામનગર વિશેષ ટ્રેનો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે.

રાજકોટ વિભાગના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્‍યા મુજબ, આગળની સૂચના સુધી આ ટ્રેનો રદ કરાઈ હોવાની વિગતો નીચે મુજબ છે. ૧. ટ્રેન નંબર ૦૯૨૫૮ વેરાવળ-અમદાવાદ વિશેષ ટ્રેન આજે ૧૯ એપ્રિલ, ૨૦૨૧ થી રદ થઈ. ૨. ટ્રેન નંબર ૦૯૨૫૭ અમદાવાદ-વેરાવળ વિશેષ ટ્રેન ૨૦ એપ્રિલ, ૨૦૨૧ થી રદ થઈ. ૩. ટ્રેન નંબર ૦૨૯૬૦ જામનગર-વડોદરા સુપર ફાસ્‍ટ સ્‍પેશિયલ ટ્રેન ૧૯ એપ્રિલ, ૨૦૨૧ થી રદ થઈ. ૪. ટ્રેન નંબર ૦૨૯૫૯ વડોદરા-જામનગર સુપર ફાસ્‍ટ સ્‍પેશિયલ ટ્રેન આજથી રદ થઈ કરાઈ છે.

(4:40 pm IST)
  • ઓડિશામાં કુંભમેળામાંથી પરત ફરનારા માટે RT-PCR ટેસ્ટ અને 14 દિવસ હોમ ક્વોરન્ટાઈન લોકો પોતાના ઘરે કે પછી ક્વોરન્ટાઈન સેન્ટરમાં પણ સમય પુરો કરીને ઘરે જઈ શકે ઓડિશા સરકારે પણ કુંભમાંથી પરત ફરનારાઓ માટે 14 દિવસ હોમ ક્વોરન્ટાઈન સાથે RT-PCRનો ટેસ્ટ ફરજીયાત કરી નાખવામાં આવ્યો છે. લોકો પોતાના ઘરે કે પછી ક્વોરન્ટાઈન સેન્ટરમાં પણ સમય પુરો કરીને ઘરે જઈ શકે છે access_time 1:45 pm IST

  • દેશમાં રોકેટ ગતિથી ફેલાયેલ કોરોના મહામારીની સમીક્ષા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીઍ અત્યારે સવારે ૧૧:૩૦ કલાકે કેન્દ્ર સરકારના અધિકારીઓની ઉચ્ચ સ્તરીય તાકીદની બેઠક બોલાવી છે access_time 11:20 am IST

  • ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી આવૃત્તિની મધ્યમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમના સ્પિન કોચ મુથૈયા મુરલીધરનની તબિયત અચાનક બગડી હતી અને ત્યારબાદ તેને ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે તેની છાતીમાં અચાનક દુખાવો થયો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. access_time 11:02 pm IST