Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

જેતપુર કન્‍યા છાત્રાલયમાં કોવિડ કેર સેન્‍ટર

જેતપુર, તા. ૧૯ :. કોરોના મહામારીનો કહેર વધતો જતો હોય શહેરમાં પણ દરરોજ અસંખ્‍ય પોઝીટીવ કેસો નોંધાય રહ્યા છે. જેમાં વધુ ગંભીર દર્દીઓને ઓકિસજનની જરૂરીયાત પડતી હોય માટે હોમ આઈસોલેટ થવુ શકય ન હોય ફરજીયાત હોસ્‍પીટલમાં દાખલ થવુ પડે છે પરંતુ દરેક જગ્‍યાએ પરિસ્‍થિતિ ગંભીર હોય કોઈપણ હોસ્‍પીટલમાં બેડ મળવી મુશ્‍કેલ બની ગઈ છે. કોઈપણ વ્‍યકિતને કોરોના પોઝીટીવ થતા જ તેના પરિવારજનો હોસ્‍પીટલમાં બેડની વ્‍યવસ્‍થામાં લાગી જાય છે. સુરત, અમદાવાદ, નળીયાદ કોઈપણ જગ્‍યાએ દાખલ થવા જવુ પડે છે. શહેરમાં ૩ ખાનગી હોસ્‍પીટલો હોય ત્‍યાં પણ જગ્‍યા ન મળતી નથી. ગરીબ કે મજુર વર્ગના લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્‍યો છે. ખાનગી હોસ્‍પીટલોની ફી સહન કરી શકે અને શહેરમાં સરકારી કોવિડ હોસ્‍પીટલ ન હોય કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ તુરંત જ સરકારમાંથી મંજુરી મેળવી અત્રેના ધોરાજી રોડ પર આવેલ એસ.પી.કે.એમ. કન્‍યા છાત્રાલયના પ્રમુખ રાજુભાઈ હિરપરા સહીત ટ્રસ્‍ટીઓ સાથે મીટીંગ કરી છાત્રાલયમાં કોવિડ કેર સેન્‍ટર શરૂ કરવાનું નક્કી થતા આજથી તેનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. સીવીલ હોસ્‍પીટલ, આરએમઓ નિખીતાબેન પડીયાના માર્ગદર્શન હેઠળ તમામ મેડીકલ સ્‍ટાફ ગોઠવી દેવામાં આવેલ છે. ઓકિસજનની જેમ વધુ સગવડ થશે તેમ બેડની સંખ્‍યા વધારવામાં આવશે.

(1:47 pm IST)