Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

જૂનાગઢમાં દુકાનમાં સટ્ટો ચલાવતા ઝડપાયો

જૂનાગઢ, તા. ૧૯ :. જૂનાગઢ-ઝાંઝરડા રોડ, રણછોડનગર રહેતો મુકેશભાઈ ઉર્ફે મુકો ભગવાનદાસ સિંધી જેઠનંદાણી (ઉ.વ. ૩૬) પોતાના કબ્‍જા ભોગવટાની જૂનાગઢ મજેવડી ગેઈટ નજીક તન્‍ના વે-બ્રિજની બાજુમાં આવેલ ‘દિવ્‍યા' ફરસાણ નામની દુકાનમાં મોબાઈલ ફોન ઉપર ગ્રાહકોનો સંપર્ક કરી ક્રિકેટ મેચમાં હારજીતના ક્રિકેટ સટ્ટા બેટીંગના સોદાઓ કરી નાણાની હારજીત કરી પાછળથી હવાલા દ્વારા નાણાની આપ-લે કરી ક્રિકેટ સટ્ટા બેટીંગનો હારજીતનો જુગાર રમી રમાડે છે. જે હકીકત આધારે રેઈડ કરતા દિવ્‍યા ફરસાણ નામની દુકાન આવેલ હોય અને અંદર એક ઈસમ હાજર હોય. ટીવી ઉપર ક્રિકેટ મેચનું લાઈવ પ્રસારણ ચાલુ હોય, જે દુકાનમાં અંદર આવતા હાજર ઈસમ તેની પાસે રહેલ બે મોબાઈલ ફોન તથા એક કાગળ આડા અવળો કરવા લાગતા જેમનો તેમ પકડી પાડી અને સદર જગ્‍યાએ આઈ.પી.એલ. ક્રિકેટ પ્રસારણ જોતા ચેન્‍નઈના ચીદમ્‍બરમ્‌ સ્‍ટેડીયમમાં બેંગ્‍લોર અને કોલકતા વચ્‍ચે આઈ.પી.એલ.નો મેચ ચાલુ હોય. જેમાં બેંગ્‍લોર દાવમાં હોય અને બેટસમેન મેકસવેલ ૨૩ રન ૧૯ બોલમાં તથા સામેના છેડે દેવદૂત પેડીકલ ૧૬ રન ૧૨ બોલમાં જેમાં બેંગ્‍લોરના ૪૭ રન ૨ વિકેટે થયેલ હોય અને ૬.૩ ઓવર ચાલુ હોય અને કોલકતાનો જે ટીવીમાં સ્‍ટાર સ્‍પોર્ટસ વન હિન્‍દી ચેનલ ઉપર લાઈવ પ્રસારણ ચાલુ હોય. જેથી મોબાઈલ ફોન તથા ટીવી, સેટઅપ બોકસ તથા ક્રિકેટ સટ્ટાને લગતા સાહિત્‍યનો મુદામાલ કબ્‍જે કરી ઈસમ વિરૂદ્ધ જુગારધારા કલમ ૪,૫ મુજબ ગુન્‍હો રજી. કરાવવામાં આવેલ. ક્રાઈમ બ્રાંચના ઈન્‍ચા. પો.ઈન્‍સ. એચ.આઈ. ભાટી તથા પો.સ.ઈ. આર.કે. ગોહિલ તથા પો. હેડ કોન્‍સ. શબીરખાન બેલીમ, વિક્રમભાઈ ચાવડા, યશપાલસિંહ જાડેજા, જીતેષ મારૂ, નિકુલ પટેલ તથા પો. કોન્‍સ. દિપકભાઈ બડવા, સાહિલ સમા, ભરતભાઈ સોનારા, દેવશીભાઈ નંદાણીયા, કરશનભાઈ કરમટા, દિવ્‍યેશ ડાભી વિગેરે પોલીસ સ્‍ટાફે સાથે રહી આ કામગીરી કરેલ છે.

(1:46 pm IST)