Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

૧પ૦ કરોડનું હેરોઇન જખૌ પહોંચાડવા માટે ૯ લાખ મળવાના હતાઃ કાસમ નામના શખ્‍સને જથ્‍થો આપવાનો હતો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧૯ : એ.ટી.એસ. તથા કચ્‍છ અને દ્વારકા એસ.ઓ.જી.એ જખૌ પાસેના દરિયામાંથી ૧પ૦ કરોડનૂં હેરોઇલનો જથ્‍થો પકડી પાડયો હતો. જે પ્રકરમાં પાકિસ્‍તાનના રહેવાસીઓ મુસ્‍તક, યામીન સંધી નસુરૂમ સહિ આઠને પકડયા હતા તથા તેમને ગઇકાલે ભુજ કોર્ટમાં રજુ કરીને એ.ટી.એસ.દ્વારા ૧ર દિવસના રીમાન્‍ડ મંજુર થયા હતા જેમાં નવી વિગતો મળી છે.

પાકિસ્‍તાનના કરાંચીમાં આ ૧પ૦ કરોડના હેરોઇનનો જથ્‍થો થેલીમાં નાખીને વહાણમાં માછીમરીના બહાના હેઠળ ગુજરાતમાં જખૌમાં પહોંચાડવાનો હતો જે માટે રૂા. નવ લાખ આપવામાં આવનાર હતા તથા જખૌમાં કાસમ નામના માણસને માલ ડીલીવરી કરવાનો હતો તે પહેલા એ.ટી.એસ. તથા એસ.ઓ.જી. દ્વારકા, કચ્‍છએ પકડી લીધા હતા. ત્‍યાંથી પંજાબ રોડ  રસ્‍તે માલ મોકલવાનો હતો જેનું કામ અગાઉ પંજાબમાં ડ્રગમાં પકડાયેલ કચ્‍છ માંડવીના એક સુમરા શખ્‍સે રાખેલું હતું.

એ.ટી.એસ.ને માંડળી કચ્‍છના સુમરા શખ્‍સ વિશે તથા પંજાબમાં કોને કોને સપ્‍લાય થવાની હતી તેની પણ વિગતો મળી છે.

(1:44 pm IST)