Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

જામનગરના સ્‍મશાનમાં હારબંધ સળગતી ચીતાઓ કાળમુખા કોરોનાની ભયાનકતા દર્શાવે છે

જામનગર : જામનગરમાં કોરોના ‘કાળ'નો પર્યાય બની ગયો છે. સ્‍મશાનમાં એક ચિતા ઠેર નહીં ત્‍યાં બીજી ચિતા સળગવા લાગે છે. જી.જી. હોસ્‍પિટલમાં કાર્યરત સરકારી કોવિડ હોસ્‍પિટલ હાઉસ્‍ફૂલ થઇ ગઇ છે. ત્‍યાં એક પણ નવા દર્દીને સમાવી શકાય એમ નથી. સમગ્ર પરિસ્‍થિતી જોતા જામનગરમાં કોરોના ઇમરજન્‍સીની સ્‍થિતી સર્જાઇ છે એમ કહી શકાય. તંત્રના તમામ પ્રયાસો વામણા સાબિત થઇ રહ્યા છે. કોઇ પણ રીતે કોરોનાથી થતા મૃત્‍યુ અટકાવવા જોઇએ નહીંતર જામનગરને ‘યમનગર' બનતા વાર નહીં લાગે. કોરોનાની બીજી લહેરમાં વધુ કાળમુખો બની ગયફો છે. ત્‍યારે કોરોનાથી બચવા એ જ એકમાત્ર ઉપાય સમજી સાવધાની રાખવાની જરૂર છે. પ્રસ્‍તુત તસ્‍વીરમાં જામનગરનાં સ્‍મશાનમાં હારબંધ સળગતી ચિતાઓનું દ્રશ્‍ય હૃદય હચમચાવી દેનારૂ છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્‍વીરઃ નિર્મલા કારીયા)

(1:41 pm IST)