Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

જામનગરના પડાણા પાટીયા પાસે છોટાહાથીએ મોટર સાયકલને હડફેટે લેતા એક યુવકનું મોત : એકને ઈજા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૯: લાલપુર તાલુકાના પડાણા પાટીયા પાસે આવેલ સનરાઈઝ સ્‍કુલ સામે રહેતા પરબત કરશનભાઈ લાંબરીયા ઉ.વ. ૩૮ એ મેઘપર પોલસ મથકે જાહેર કરેલ છે કે, તા. ૧૮ ના રોજ આ કામેનો આરોપી છોટા હાથી વાહન નં. જી.જે.૩૭-ટી-૪૯૭૩ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી મરણ જનાર વાલાભાઈ નારણભાઈ લાંબરીયા ઉ.વ. પ૭ ના મોટર સાયકલ જી.જે.૧૮-કયુ-૦૧પ૧ માં સાહેદ ધાનાભાઈ ભીખાભાઈને બેસાડી જતા હતા ત્‍યારે આરોપીએ હડફેટે લઈ ધાનાભાઈને ઈજાઓ કરી તેમજ વાલાભાઈને ગંભીર ઈજા કરી મોત નિપજાવી ગુન્‍હો કરેલ છે.

જુગાર રમતા ૭ ઝડપાયા

 સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનના આર.એલ.જાડેજાએ તા. ૧૮ ના રોજ વામ્‍બે ખાખીનગરમાં આવેલ ચોકમાં જાહેરમાં જુગાર રમી રહેલા અરજણ ધનાભાઈ ચાવડા, રત્‍નાભાઈ હરજીભાઈ કણજારીયા, ભીમાભાઈ રાયશીભાઈ આહીર, ગોવિંદ રામભાઈ કરમુર, રામભાઈ કોલાભાઈ વસરા, પીઠાભાઈ મુરૂભાઈ કંડોળીયા, જગદીશ રામશીભાઈ આહીરને પોલીસે રેઈડ દરમયાન રોકડ રૂા. ૧૦૪૦૦ સાથે ઝડપી પાડયા હતા.

ક્રિકેટ મેચનો જુગાર રમતો ઝડપાયો

જામનગર : સીટી એ ડિવિઝનના એમ.વી.જાડેજાએ તા. ૧૮ ના રોજ ઈન્‍દ્રપ્રસ્‍થ કોમ્‍પલેક્ષ પાસેથી આ કામેના આરોપી વિરલ નરેશભાઈ હાડા રહે. રાજપાર્કવાળાને આઈ.પી.એલ. ટુર્નામેન્‍ટની મેચ ઉપર જુગાર રમતા રોકડ રૂા. ૩૧૦૦ તથા ફોન કિંમત રૂા. પ હજાર મળી કુલ રૂા. ૮૧૦૦ સાથે ઝડપી પાડયો હતો.

જમીન વહેંચી નાખતા મારી  નાખવાની ધમકી આપી

જામનગર : મુળ લાલપુર તાલુકાના પાંચસરા ગામનો અને હાલ રાજકોટમાં રહેતો પ્રતિક દાનાભાઈ ખરા એ લાલપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, તા. ૧૮ ના રોજ આ કામેનો આરોપી પ્રતિક ઉર્ફે પતીયો ભીખાભાઈ ખરા રહે. વડપાચસરા જે બન્‍ને કુટુંબી કાકા-ભત્રીજા થતા હોય અને વડપાંચસરા ગામમાં આવેલ જમીન વાવતા હતા અને તે જમીન ફરીયાદીએ વહેંચી નાખતા આરોપી પ્રતિક એ ફોન પર તે આ જમીન કેમ વહેંચી નાખી છે તેમ કહી ગાળો કાઢી તા. ૧પ ના રોજ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્‍હો કરેલ છે.

દહેજ માંગી પરિણીતાને કાઢી  મુકનાર સાસરીયાઓ સામે રાવ

અહીં નાગનાથ ગેઈટ પાસે રહેતી ફેઝલ અર્પિતભાઈ શાહ ઉ.વ. રપ એ મહિલા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, તા. ર૩-૧ર-ર૦ર૦ના થોડા દિવસો પછીથી આજ દિન સુધી આ કામેનો આરોપીઓ અર્પિત મનોજભાઈ શાહ, સસરા મનોજ ભારમલભાઈ શાહ, સાસુ વર્ષાબેન, નણંદ ચાર્મીબે રહે. મહાવીર પાર્કવાળાઓએ લગ્નજીવન દરમ્‍યાન અવાર નવાર શારિરીક માનસિક દુઃખ ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકી દહેજ માંગી ગુન્‍હો કરેલ છે

(1:40 pm IST)