Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

સાવરકુંડલા તાલુકામાં વિવિધ વિકાસ કામો માટે એટીવીટી યોજના હેઠળ ૧,૨૫ કરોડ મંજૂર

અમરેલી તા.૧૯ : સાંસદ નારણભાઇ કાછડીયાની ઉપસ્થિતિમાં એટીવીટી યોજના અંતર્ગત સાવરકુંડલા તાલુકાના વિવિધ ગામો માટે રૂ.૧ કરોડ રપ લાખના વિકાસના કામોને મંજૂરી અપાઇ છે.

સાવરકુંડલા પ્રાંત કચેરી ખાતે અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાની ઉપસ્થિતિમાં એટીવીટી યોજના વર્ષે ૨૦૨૧-રર અંતર્ગત સાવરકુંડલા તાલુકાના વિવિધ ગામોના વિકાસના કામોના આયોજન માટે મીટીંગ મળી હતી.

આ મીટીંગમાં સાવરકુંડલા તાલુકા વિવિધ ગામોના વિકાસના કામોને વેગવંતા બનાવવા માટે રૂ.૧,૨૫,૦૦,૦૦૦ (અંકે રૂપિયા એક કરોડ પચીસ લાખ)ના કામોનું આયોજન કરેલ છે. આ દરખાસ્તમાં સાવરકુંડલા તાલુકાના હાથસણી, કાાનાતળાવ, વિજયાનગર, નાના ભમોદ્રા, નાના ઝીંઝુડા, બોરાળા, કેરાળા, ભેકરા, આદસગ, ઘનશ્યામનગર, દેત્રડ, હાડીડા, ભમ્મર, ચીખલી, બગોયા, ગીણીયા, કૃષ્ણગઢ, અભરામપરા, આંબરડી, જૂનાસાવર, બાઢડા, વડા, અમૃતવેલ, ઠવી, ફીફાદ, ચરખડીયા, મેકડા, ખડકાળા, ભૂવા, ઓળીયા, ખાલપર, ધાર, પીયાવા, છાપરી, જાબાળ, મેવાસા, વાશીયાળી, વીરડી, ખોડીયાણા, શેલણા અને પીઠવડી ગામોનો સમાવેશ કરેલ છે.

આ મીટીંગમાં સાવરકુંડલા તા.પં. પ્રમુખ શ્રીમતી અનીતાબેન લલીતભાઇ બાળધા, જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન પુનાભાઇ ગજેરા, પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશભાઇ કાનાણી, અશ્વિનભાઇ ત્રિવેદી તથા પ્રાંત અધિકારી તાલુકા વિકાસ અધિકારી અને બંને વિભાગના એસઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:07 pm IST)