Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

જેતપુરમાં જુગારનો અખાડો ઝડપાયોઃ ૪ મહિલા, ૨ પુરૂષને રોકડ તથા ઈંગ્લીશ દારૂની બોટલ સાથે પકડી પાડયા

ગોપાવાડી રોડ પર ખુલ્લેઆમ જુગાર રમાતો હોય છેઃ ભારે ચર્ચા

જેતપુર, તા. ૧૯ :. શહેરમાં દારૂ-જુગારની બદીઓ દૂર કરવા એસ.પી. બલરામ મીણા, એએસપી સાગર બાગમારની સૂચનાથી સીટી પીઆઈ જે.બી. કરમુરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એન. ગાંગણા તેમજ ભાવેશભાઈ ચાવડા, અજીતભાઈ ગંભીર, લખુભા રાઠોડ, હિતેષભાઈ વરૂ, નિલેશભાઈ મકવાણા, સાગરભાઈ મકવાણા, જલ્પાબેન મુળીયા, સોનલબેન જેઠવા, બપોરના સમયે પેટ્રોલીંગમાં નીકળેલ દરમિયાન ચોક્કસ બાતમી મળેલ કે ખોડપરા ગોપાવાડી રોડ ગૌશાળા પાસે રહેતો શખ્સ કેવલ પરમાર પોતાના મકાનમાં જુગારનો અખાડો ચલાવતો હોય તે આધારે પોલીસે રેઈડ કરવા ૪ મહિલા, ૨ પુરૂષ. હિનાબેન ઘનશ્યામભાઈ શેખ (રહે. સોનીબજાર વોરાવાડ), ભાવનાબેન કિશોરભાઈ ધામી (રહે. ટાકુડીપરા), સુમીતાબેન ઉર્ફે સંગીતાબેન જયેશભાઈ રૂપાપરા (રહે. દેરડી આવાસ યોજના), શૈલેષભાઈ કડવાભાઈ આંબલીયા (રહે. શામનાથ મંદિર પાસે) તેમજ મકાન માલિક માત-પુત્ર સરોજબેન કિશોરભાઈ પરમાર, કેવલ પરમાર (રહે. બન્ને ગૌશાળા પાસે) તમામ શખ્સોને રોકડ રૂ. ૧૬,૭૪૦, ૫ મોબાઈલ મળી કુલ રૂ. ૨૫,૪૨૦ સાથે પકડી પાડેલ. રેઈડ દરમિયાન કેવલના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ-૩ મળી આવતા પોલીસે તમામ શખ્સો વિરૂદ્ધ ગુન્હો નોંધી આગ ળની કાર્યવાહી હાથ ધરેલ.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ગોપાવાડી રોડ વિસ્તારમાંથી અનેક વખત દારૂ-જુગાર ઝડપાય ચૂકયો છે. હાલ પણ ધોળા દિવસે રોડ પર જાહેરમાં ટોળે વળી જુગાર રમતા હોય છે.

(1:05 pm IST)