Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

જામનગર જી.જી.હોસ્પિટલમાં ૧૯૧૧ દર્દીઓ સારવારમાં: ૨૦ એમ્બ્યુલન્સની લાઇનો

ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓ અને સંબંધીઓની લાઇનોઃ કોરોના કાળમાં સ્થિતી ગંભીર

૬ કોલંબ ફોટોલાઇન જામનગરઃ જી.જી.હોસ્પિટલની પરિસ્થિતી દર્શાવતી તસ્વીરો.(તસ્વીરઃ કિંજલ કારસરીયાઃ જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૯: જામનગરમાં કોરોના કેસ અને મૃતકોની સંખ્યામાં સતત વધારો થઇ રહયો છે. આજે સવારે જામનગર જી.જી.હોસ્પિટલમાં તમામ બેડ ફુલ છે અને ૧૯૧૧ દર્દીઓ સારવાર લઇ રહયા છે ૨૦ થી વધુ એમ્બ્યુલન્સ વેઇટીંગમાં છે અને ખાનગી હોસ્પિટલમાં પણ લાઇનો છે.

જામનગરમાં કોરોના ની પરિસ્થિતિ દિવસેને દિવસે વિકટ બની રહી છે ત્યારે સૌરાષ્ટ્રની સૌથી મોટી અને ગુજરાતની બીજા ક્રમની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ કોરોના પોઝિટિવ દર્દીઓ થી ભરાઈ ચૂકી છેે તેવા સમયે જીજી હોસ્પિટલની બહાર ૨૦થી વધુ ૧૦૮ અનેે એમ્બ્યુલન્સમા જો કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર આપવી પડી રહી છે. જામનગરમાં સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલો પણ હાઉસફુલ થઈ છે જેને લઇને હાલ ની સ્થિતિ અત્યંત ગંભીર જોવા મળી રહી છે.

(1:03 pm IST)