Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

મોરબીના બાપા સીતારામ ચોક નજીક ઇકો કારે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત

મોરબી, તા.૧૯: આલાપ રોડ પર આવેલ પાટીદાર નગર ભક્‍તિ એપાર્ટમેન્‍ટમાં રહેતા ગોકુળભાઈ પ્રાગજીભાઈ ડાંગરોશીયાએ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેનો દીકરો રમેશ પોતાનું મોટર સાઈકલ જીજે ૨૧ એસ ૮૨૦૮ બાપા સીતારામ ચોક ગીતાપાન વાળી શેરીમાં રોડની સાઈડમાં ઉભું રાખીને ઉભો હોય દરમિયાન આરોપી ઇકો કાર જીજે ૦૩ એચકે ૦૬૬૦ વાળી પુર ઝડપે રોંગ સાઈડમાં ચલાવી આવીને રમેશભાઈના મોટર સાઈકલ સાથે ભટકાડી તેને પેટના ભાગે ગંભીર ઈજા પહોચાડી પોતાની ઇકો કાર મૂકી નાસી ગયેલ હોય અને બાદમાં રમેશભાઈને સારવારમાં ખસેડવામાં આવ્‍યા હતા દરમિયાન તેનું મૃત્‍યુ નીપજયું હતું.બનાવ મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.તેમજ બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્‍યા છે જેના આધારે પોલીસે વધુ તપાસ ચલાવી છે.

રફાળેસ્‍વર નજીકથી ગાડીમાં દારૂ સાથે બે ઝડપાયા

રફાળેસ્‍વર ગામ નજીક સ્‍વીફટ ડીઝાયર જીજે ૧૨ એએફ ૫૩૭૨ શંકાસ્‍પદ હાલતમાં જણાતા તેને રોકી તલાસી લેતા ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૮૦ કીમત રૂ.૬૯,૧૮૦ મળી આવતા દારૂ તથા સ્‍વીફટ કાર કીમત રૂ.૧,૦૦,૦૦૦ કબજે કરી આરોપી ઘનશ્‍યામસિંહ ડાયાભાઇ પરમાર અને કરણસિંહ ધારાભાઇ ગોહિલ બંને રહે-ભીમસર તા.રાપર વાળાને ઝડપી પાડીને મુદામાલ કબજે કર્યો હતો તો ભારત ઉર્ફે સુલતાન રહે- મોરબી વાળાનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.(૨૩.૧૩)

 

(1:02 pm IST)