Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

માં અમૃતમ કાર્ડની અવધિ એક વર્ષ માટે વધારો

જામનગર,તા. ૧૯: ગુજરાતની સંવેદનશીલ સરકાર દ્વારા કોવીડ-૧૯ ની સારવાર પ્રાઈવેટ હોસ્પિટલમાં માં અમૃતમ કાર્ડ અને આયુષ્યમાન ભારતકાર્ડમાં કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે લોકહિતમાં નીચે મુજબનો નિર્ણય તાત્કાલિક લેવા પણ ભાજપ યુવા મોરચાના જામનગર શહેરના પૂર્વ મંત્રી જયેશભાઇ મહેતાએ મુખ્યમંત્રી સમક્ષ ઈ-મેઈલ થી રજૂઆત કરેલ છે.

માં અમૃતમ કાર્ડની અવધિ ત્રણ નાણાકીય વર્ષની હોય છે તેથી દ્યણા લાભાર્થીઓના કાર્ડ ૩૧ માર્ચ ૨૦૨૧ના પુરા થઈ ગયેલ છે અને રીન્યુ કરાવવા માટે સને ૨૦૨૦-૨૦૨૧નો આવકનો દાખલો જરુરી હોય છે પરંતુ હાલ કોરોનાને કારણે મામલતદાર ઓફીસમાં આવકનો દાખલો નીકળી શકતો નથી અને તેથી માં અમૃતમ કાર્ડ રીન્યુ થઈ શકતુ નથી તેથી જેના માં અમૃતમ કાર્ડ ૩૧/૩/૨૦૨૧ના રોજ પુરા થઈ ગયેલ છે તેઓ સરકારશ્રી ની આ યોજનાનો લાભ લઈ શકે નહિં તેથી તેઓને સ્પેશ્યલ કેસમાં એક વર્ષની અવધિ વધારી આપવામાં આવે તો જ બધા આ કાર્ડનો લાભ લઈ શકે તેથી પ્રવર્તમાન કોવીડ-૧૯ની સ્થિતિને ધ્યાનમાં રાખીને માં અમૃતમ કાર્ડની અવધિ એક વર્ષ માટે વધારી આપવામાં આવે તે લોકહિતમાં ખુબજ જરૂરી છે તો ગુજરાતની સંવેદનશીલ સરકાર આ બાબતની તાકીદે જાહેરાત કરે તેવી રજૂઆત છે.

(1:01 pm IST)