Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

નવલખી પોર્ટ પર ખોટી લોડીંગ સ્‍લીપ બનાવી લાખોના કોલસાની છેતરપીંડી

મોરબી,તા. ૧૯: નવલખી પોર્ટ પરકોલસાનો જથ્‍થો આવે છે અને ત્‍યાંથી જે તે કંપનીનો માલ ત્‍યાં પડ્‍યો હોય છે તેમાથી ખોટી નંબર પ્‍લેટ લગાવીને કંપનીની ખોટી લોડીંગ સ્‍લીપ બનાવીતેનો સાચા તરીકે ઉપયોગ કરી ૧૩૫ ટન કોલસાની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ માળિયા પોલીસમાં નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મુળ યુપી વતની અને હાલમાં મોરબીના નવલખી રોડ પર આવેલત્રિલોકધામ મંદિરની બાજુમાં કુબેરનગર -૩માં રહેતા દીનદયાલભાઇ રામેશ્વર શુકલા (ઉં.વ ૨૯)એ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ટ્રેલર જીજે ૦૫ બિયું ૨૧૫ તથા ડ્રાઈવર ગુલાબી ટી-શર્ટ વાળા ઇસમે પોતાનો સમાન ઈરાદો પાર પાડવા કાવતરું રચી ટ્રેલર જીજે ૦૫ બિયું ૨૧૮૫ માં ખોટી નંબર પ્‍લેટ લગાવી ફરિયાદની દીનદયાલભાઈ શુક્‍લાની કંપનીની ખોટી લોડીંગ સ્‍લીપ બનાવી સાચા તરીકે ઉપયોગ કરી ફરિયાદી દીનદયાલભાઈ શુક્‍લાની કંપનીનો કોલસો ત્રણવાર ટ્રેલરમાં કુલ-૧૩૫ ટન જે ૧ ટનની કીમત રૂ.૬૩૦૦ લેખે જેની કુલ કીમત રૂ.૮,૫૦,૫૦૦ નો ભરી જઈ છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે તો માળિયા પોલીસે ઈ.પી.કો. કલમ ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૭૧, ૩૪, ૧૨૦(બી) મુજબ ગુન્‍હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

(1:00 pm IST)