Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

જૂનાગઢમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા બે ઝડપાયા

જૂનાગઢ, તા. ૧૯ :. માંગરોળ તાલુકાના ધોડાદર ગામનો કેશુ ગાંગાભાઈ મેર તથા માંગરોળ તાલુકાના સરમા ગામનો હિરેન પ્રતાપભાઈ મેર બન્ને જણા જૂનાગઢ, ઝાંઝરડા રોડ ઉપર આવેલ રાધીકા-એ એપાર્ટમેન્ટમાં બીજા માળે આવેલ બ્લોક નં. ૨૦૫નો ભાડે રાખી બન્ને ઈસમો મકાને સંયુકતમાં સાગરીતો સાથે મોબાઈલ ફોન ઉપર ગ્રાહકોનો સંપર્ક કરી ક્રિકેટ મેચમાં હાર જીતના ક્રિકેટ સટ્ટા બેટીંગના સોદાઓ કરી નાણાની હારજીત કરી પાછળથી હવાલા દ્વારા નાણાની આપ-લે કરી ક્રિકેટ સટ્ટાબેટીંગનો હારજીતનો જુગાર રમી રમાડે છે. જે હકીકત આધારે રેઈડ કરતા બન્ને ઈસમો પાસેથી લાઈનના મોબાઈલ ફોન તથા ટી.વી., લેપટોપ, સેટઅપ બોકસ તથા ક્રિકેટ સટ્ટાને લગતા સાહિત્ય તથા પૈસાની લેવડ-દેવડ માટે ઉપયોગમાં લીધેલ કાર-૧ તથા સદર રહેણાંક મકાનની જડતી તપાસ કરતા દારૂની બોટલ નંગ-૩ મળી કુલ કિં. રૂ. ૨,૭૭,૨૦૦નો મુદામાલ કબ્જે કરી જુગારધારા કલમ ૪, ૫ મુજબ તથા ગે.કા. રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો રાખવા અંગે પ્રોહી. ધારા હેઠળ બી-ડિવીઝન પો. સ્ટે. ખાતે અલગ અલગ ગુન્હાઓ દાખલ કરેલ છે. ક્રાઈમ બ્રાંચના ઈન્ચા. પો. ઈન્સ. એચ.આઈ. ભાટી તથા પો.સ.ઈ. આર.કે. ગોહિલ તથા પો. હેડ કોન્સ. વિ.કે. ચાવડા, વાય.એસ. જાડેજા, જીતેષ મારૂ, નિકુલ પટેલ, એસ.એ. બેલીમ તથા પો. કોન્સ. દિપકભાઈ બડવા, સાહિલ સમા, ભરતભાઈ સોનારા, દેવશીભાઈ નંદાણીયા, કરશનભાઈ કરમટા, દિવ્યેશ ડાભી વિગેરે પોલીસ સ્ટાફે સાથે રહી આ કામગીરી કરેલ છે

(1:00 pm IST)