Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

ધોરાજીની સરકારી હોસ્પિટલમાં કોરોનાની ૨૦ બેડની નવી હોસ્પિટલ તાત્કાલીક ચાલુ કરવા ઉચ્ચકક્ષાએ રજુઆત

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી,તા. ૧૯: ધોરાજીની સરકારી દવાખાને બનાવામાં આવેલ ૭૦ બેડની કોરોનાની હોસ્પિટલ ફુલ થઇ જતા આ અંગે માનવ સેવાના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઇ સોલંકીએ ઉચ્ચકક્ષાએ રજુઆતને પગલે રાજ્ય સરકાર દ્વારા ૨૦ બેડની સુવિધાઓ નવી ચાલુ કરવા અંગે રજુઆત બાદ તમામ સુવિધાઓ પૂર્ણ થઇ ગઇ પણ ઓકસીજન વાલ્વના વાંકે ચાલુ ન થતા આ અંગે માનવ સેવાના કાર્યકતાઓએ રાજ્ય સરકારમાં રજુઆત કરી તાત્કાલીક ઓકસીજન વાલ્વ અંગે સુવિધા કરવા જણાવેલ છે.

તાત્કાલીક ઓકસીજન વાલ્વ આવે તો ૨૦ બેડ કોરોના હોસ્પિટલ ચાલુ કરાય તો ધોરાજી, જામકંડોરણા, જેતપુર, ઉપલેટા, ધોરાજી વિસ્તારના કોરોના દર્દીઓને રાહત થાય તેમ છે.

(12:54 pm IST)