Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

પોરબંદર જિલ્લામાં કોરોના વેકસીનમાં કોઇ બાકી ન રહે તે માટે ૨ વેકસીન રથ : રસી આપ્યા બાદ અર્ધી કલાક નિરીક્ષણ

પોરબંદર,તા.૧૯ :  જિલ્લામાં તંત્ર દ્વારા કોવિડ-૧૯ રસીકરણની મહત્વ પુર્ણ કામગીરી હાથ ધરવામા આવી છે. તાલુકા કક્ષાએ તથા ગ્રામિણ વિસ્તારોમા પ્રાથમિક/સામુહિક આરોગ્ય કેન્દ્રોની સાથે સાથે સામાજિક સંગઠનો,  સંસ્થાઓના સહયોગથી ખાસ રસીકરણ કેમ્પ પણ હાથ ધરવામા આવે છે. આ ઉપરાંત દરેક નાગરિક કોરોના પ્રતિરોધક રસી સરળતાથી મુકાવે શકે તે માટે જિલ્લા તંત્ર દ્રારા સ્લેમ એરીયામા જે લોકો રસીકરણ કેન્દ્ર સુધી પહોચી શક્યાના હોય તેમના વિસ્તારમા જઇને કોમ્યુનિટી બેઝ માઇક્રો સાઇટ દ્વારા રસી આપવામા આવે છે. જેથી રસીકરણમા કોઇ વ્યકિત બાકી ન રહી જાય. આ માટે  જિલ્લામા કાર્યરત ૧૪ ધન્વંતરિ આરોગ્ય રથ પૈકી ૨ રથ વેકિસનેશનની કામગીરી માટે શરૂ કરાયા છે. આ બન્ને રથ દ્રારા કોઇ એક સ્થળ પસંદ કરી રસીકરણ હાથ ધરવામા આવે છે. તથા રસી અપાયા બાદ ૩૦ મીનીટ સુધી લાભાર્થીને  નિષ્ણાંત તબીબ દ્રારા ઓબ્જર્વ હેઠળ રાખવામા આવે છે.

     ધન્વંતરિ આરોગ્ય રથ એવા લોકો માટે ખાસ ઉપયોગી બન્યો છે જેઓ પ્રાથમિક/સામુહિક આરોગ્ય કેન્દ્રો પર પહોચી શકવા સક્ષમ નથી. આ ઉપરાંત છેવાડાના વિસ્તરો, જુદા જુદા સમાજ, સંસ્થાઓના સહકારથી કોમ્યુનિટી બેઇઝ રસીકરણ માટે ધન્વંતરિ આરોગ્ય રથ લોકોને ઉપયોગી થઇ રહ્યો છે. કડીયા પ્લોટ વિસ્તારમા આવેલ ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ ખાતે ધન્વંતરિ આરોગ્ય રથ દ્રારા આજ સવારથી શરૂ કરાયેલ રસીકરણ અભિયાનમા આસપાસના વિસ્તરના અનેક લોકોએ જોડાયને રસી મુકાવી હતી. લોકોએ સ્વૈચ્છાએ રસી મુકાવવાની સાથે મેડીકલ ટીમ અને સમાજશ્રેષ્ઠીઓની અપીલથી પણ લોકો રસી મુકાવવા આગળ આવ્યા હતા. ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ ખાતે ધન્વંતરિ આરોગ્ય રથ હેઠળ આરોગ્ય ટીમ દ્રારા શરૂ કરાયેલ રસીકરણ અભિયાનમા રસી મુકાવવા આવેલા રેલવેના નિવૃત કર્મચારી ખીમજીભાઇ મુરબીયાએ રસીનો બીજો ડોઝ મુકાવીને લોકોને પણ અપીલ કરી કે, 'દરેક નાગરિક કોરોનાની રસી મુકાવે, રસી સુરક્ષીત છે, રસી મુકાવ્યા બાદ હું પણ સુરક્ષીત છુ, મે રસી મુકાવી છે તમે પણ મુકાવીને સુરક્ષીત રહો.'  પોરબંદર જિલ્લામા કાર્યરત ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા લોકોને સરળતાથી સ્થાનિક કક્ષાએ પણ રસી મુકાવવાનો લાભ મળે છે. ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ખાતે યોજાયેલ રસીકરણ અભિયાનમા જિલ્લા પુરવઠા અધિકારી વિવેક ટાંક ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ. આ તકે સમાજ શ્રેષ્ઠીઓ દ્રારા આરોગ્ય કર્મીઓનુ અભિવાદન પણ કરાયુ હતુ.

(12:51 pm IST)
  • આંધ્રપ્રદેશના રાજ્ય સભાના સભ્યશ્રી પરિમલભાઇ નથવાણી અદભૂત શિલ્પ સાથે નજરે પડે છે. access_time 3:35 pm IST

  • સ્ટેશનરી પેપર બુક્સ મર્ચન્ટ ઍસો. દ્વારા કાલથી શનિવાર સુધી અડધા દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન : તમામ સ્ટેશનરી, વેપારી અને કાલે તા. ૨૦ થી ૨૪ ઍપ્રિલ મંગળવાર સુધી સવારે ૯ થી બપોરે ૩ વાગ્યા સુધી સ્વૈચ્છિક રીતે ચુસ્ત લોકડાઉન પાળવા ઍસોસીઍશનની અપીલ access_time 6:18 pm IST

  • રેલ્વે આ સાથેની સૂચિ મુજબના રાજ્યોમાં નિ:શુલ્ક ઓક્સિજન પૂરો પાડશે : મહારાષ્ટ્ર 1500 મેટ્રિક ટન, ઉત્તરપ્રદેશ 800 મેટ્રિક ટન, દિલ્હી 350 મેટ્રિક ટન, પંજાબ 300 મેટ્રિક ટન, છટ્ટીસગઢ 250 મેટ્રિક ટન, ગુજારાત 200 મેટ્રિક ટન, બિહાર 200 મેટ્રિક ટન, ઝારખંડ 200 મેટ્રિક ટન access_time 9:34 am IST