Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

ધોરાજી કોવિડ હોસ્પિટલની મુલાકાતે રમેશભાઇ ધડૂક

 ધોરાજી : કોરોના હોસ્પિટલ ખાતે પોરબંદર મત વિસ્તારના સાંસદ રમેશભાઇ ધડૂકે મુલાકાત લીધી અને હોસ્પિટલમાં દર્દીઓને સુવિધા અંગે જાણકારી મેળવી હતી અને હોસ્પિટલમાં ઇન્જેકશનનો અને સ્ટાફ અંગેની રજૂઆત માનવ સેવાના ધર્મેન્દ્રભાઇ બાબરીયાએ કરેલ હતી અને રમેશભાઇ ધડૂકે હોસ્પિટલમાં સ્ટાફ અને ઇન્જેકશનોની ઘટ અંગે તાત્કાલીક ઉચ્ચકક્ષાએ ટેલીફોનીક સૂચનાઓ આપી હતી. શહેર ભાજપ પ્રમુખ વિનુભાઇ માથુકીયા, ભાજપ અગ્રણી દિલીપભાઇ ચાવડા, ભાજપ મહામંત્રી વિજય બાબરીયા, ડો.જયેશભાઇ વસેટીયન, ડો.દેવેન્દ્રસિંહ શેખાવત, ડો.રાજ બેરા, ડો.પાર્થ ગોસ્વામી, ગીરાબેન ગોસ્વામી સહિતનાઓએ સાંસદ રમેશ ધડૂકને આવકારેલ હતા. સાંસદની હોસ્પિટલ મુલાકાતની તસ્વીર.

(12:50 pm IST)