Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પ્રશંસનીય કામગીરી દરરોજના ૩૫૦ ઉપર કોરોના ટેસ્ટ

 (ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા,તા.૧૯ : લોધીકા તાલુકાના ખીરસરા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર છેલ્લા ધણા સમયથી ટેસ્ટ માટે આરોગ્ય કેન્દ્ર નિચેના ૧૩ થી વધુ ગામો તેમ મેટોડા જીઆઇડિસી ઔદ્યોગિક વિસ્તારના મજુર વર્ગના લોકો ફેકટરી માલિકો ઓફિસ સ્ટાફ ઉપરાંત રાજકોટ સિટી ના લોકો પણ કોરોના એન્ટીઝન રેપિડ ટેસ્ટ કરાવવા આવે છે દરરોજના અંદાજીત ૩૫૦થી ઉપર લોકો ટેસ્ટ કરાવેછે જે ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની એક પ્રસંશનીય કામગીરી છે અને થોડા સમયથી ટેસ્ટ કિટો સાવ ઓછી મળતી હોવાથી ટેસ્ટ માટે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો ૧૦૦ થી ૧૫૦ કિટજ મળતી હોવાથી ધણા લોકોને ધક્કા ખાવા પડતા જેની જાણ થાય ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર માકડીયા સાહેબનો સંપર્ક કરતા જાણવા મળેલ કે ટેસ્ટ કીટો ઓછી આવે છે કોઇ દાતા મળે તો રસ્તો સરળ બને.

  લોધિકા તાલુકાની સામાન્ય સભા મા ઉપસ્થિત રહેલ તમામ તાલુકા પંચાયત સદસ્ય એ તાલુકા વિકાસ અધિકારીશ્રી ને જાણ કરતા અધિકારીએ જણાવેલ કે કોઈ દાતા અથવા નાણાકીય સગવડ વાળી ગ્રામપંચાયત  કિટની ખરીદી કરી શકે તો રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા તેમજ મેટોડા ગ્રામપંચાયતના સરપંચ શૈલેષભાઈ વેકરીયા સાથે આ વાત ની ચર્ચા કરતા ધારાસભ્ય  લાખાભાઇ સાગઠીયા તેમજ સરપંચએ મળીને ખીરસરા તેમજ મેટોડા ગ્રામપંચાયત દ્વારા ૬૦૦૦ ટેસ્ટ કીટ ખરીદી આપવા તૈયારી બતાવી અને મેટોડા ગ્રામપંચાયત દ્વારા પ્રથમ ૭૦૦ કિટો મંગાવવામાં આવી અને લોધીકા તાલુકા વિકાસ અધિકારી મીરાબેન સોમપુરા મામલતદાર કે.કે.રાણાવસિયા ડેપ્યુટી મામલતદાર આર.એસ.લાવડિયા  ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેડિકલ ઓફિસર ડો. મંથન માકડિયા મંત્રી ભુપતભાઈ સુપરવાઈઝર મોહિત પંડયા વિગેરેની ઉપસ્થિતિમાં ગામ લોકોનું ટેસ્ટીગ કરવામાં આવેલ હતુ.

(12:17 pm IST)