Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

જસદણમાં સો બેડની હોસ્પિટલ ઉદ્ઘાટનના એક કલાકમાં જ હાઉસફૂલ થઇ ગઇ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા.૧૯: જસદણમાં પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ડો. ભરતભાઇ બોદ્યરા દ્વારા યુદ્ઘના ધોરણે શરૂ કરાયેલી એકસો બેડની ઓકિસજન વ્યવસ્થા સાથેની હોસ્પિટલનું શનિવારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે ઉદદ્યાટન કર્યા બાદ માત્ર એક કલાકમાં જ એકસો દર્દીઓથી હોસ્પિટલ હાઉસફુલ થઈ ગઈ હતી. હોસ્પિટલમાં ડો. પંકજભાઈ કોટડીયા, ડો. કેતનભાઈ પટેલ, સંજયભાઈ વિરોજા, જીગ્નેશભાઈ હિરપરા, ગિરધરભાઈ ભુવા, અલ્પેશભાઈ રૂપારેલીયા, શૈલેષભાઈ માલવીયા, રાજભાઈ રામાણી, નરેશભાઈ દરેડ, રમેશભાઈ હિરપરા, બીબીસી છાયાણી સહિતની ટીમ પોતાના જીવની પરવા કર્યા વગર સાચા હૃદયથી દિવસ રાત સતત સેવાકીય કામગીરી કરી રહ્યા છે.

(12:16 pm IST)
  • 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કોરોના રસી આપવાની માંગ કરતી, દાખલ કરેલી અરજી પર આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે access_time 10:23 pm IST

  • ભારતમાં કોરોનાએ બોકાસો બોલાવ્યો: માત્ર ૨૪ કલાકમાં પોણા ત્રણ લાખ નવા કેસ, ૧૬૧૯ના જીવ ગયા, ચારેકોર મોતનું તાંડવ: અમેરિકામાં માત્ર ૪૩ હજાર: બ્રાઝિલમાં ૪૨ હજાર, ફ્રાન્સમાં ૨૯ હજાર: જ્યારે ઇંગ્લેન્ડમાં માત્ર ૧૮૦૦ અને યુનાઇટેડ આરબ અમીરાતમાં પણ ૧૯૦૦ આસપાસ કેસ નોંધાયા access_time 10:18 am IST

  • કોવિડ -19 રસી ઉપર અમેરિકી પ્રમુખ જો બાયડને જણાવ્યું છે કે "અમેરિકામાં "16" વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક આજે રસી મેળવવા પાત્ર છે. જેમ બને તેમ સૌ રસી જલ્દી મુકાવે" access_time 12:19 am IST