Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

માંડવીમાં આઈપીએલનો સટ્ટો ચલાવનાર અમદાવાદનો બુકી ઝડપાયો

૯૮ હજાર રોકડા, બિયર અને બે બાઈક, લેપટોપ જપ્ત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૧૯:  કચ્છના માંડવીમાં રહીને ક્રિકેટનુ સટ્ટા બેટિંગ કરનાર અમદાવાદનો બુકી અને તેનો એક સાગરીત પોલીસે ઝડપી પાડ્યો છે.

માંડવીના લાયજા રોડ ઉપર નવકાર બંગ્લોઝમાં પોલીસે દરોડો પાડીને આઇપીએલ મેચ ઉપર સટ્ટો લઈ રહેલા મૂળ અમદાવાદના અને હાલે અહીં રહેતા બુકી કમલેશ શાંતિલાલ શાહ ઉપરાંત તેના સાગરીત એવા માંડવીના નીરવ તુલસીગર ગોસ્વામી ઝડપાયા હતા.

જયારે ભુજનો જિગર ઠકકર પોલીસને હાથ આવ્યો નહોતો. દરોડા દરમ્યાન કાર્યકારી પીઆઈ આર.સી. ગોહિલે ૯૮ હજાર ૫૦૦ રોકડા, એક લેપટોપ, બીયરના ૨૦ ટીન, બે બાઈક જપ્ત કર્યા હતા.

(12:13 pm IST)