Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

કોડીનારના પીપળવામાં અરશીભાઇ પર ભાઇ-ભત્રીજાઓનો હુમલો

રાજકોટ તા. ૧૯: કોડીનારના ધારના પીપળવા ગામે વાડી વિસ્‍તારમાં રહેતાં અરશીભાઇ સામતભાઇ સોસા (ઉ.વ.૪૦)ને ગઇકાલે પુત્ર સાથે બાઇક પર બેસી વાડી વિસ્‍તારમાં જતાં હતાં ત્‍યારે મોટા ભાઇ રમેશભાઇ, ભત્રીજા દિનેશ, જયેશ, ભાભી મનિષાબેન સહિતે ધોકાથી માર મારી ઇજા કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કોડીનાર પોલીસને જાણ કરી હતી.

અરશીભાઇ ખેતી કરી ગુજરાન ચલાવે છે. જુના મનદુઃખને લીધે મારામારી થયાનું જણાવાયું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(10:54 am IST)