Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

મોરબીમાં નવયુગ ગ્રૂપ દ્વારા પાટીદાર કોરોના કેર સેન્ટરને રૂ. 2.51 લાખનું અનુદાન: કોરોનાના કપરાકાળમાં દાતાઓ તરફથી વહેતો સહાયનો ધોધ

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે ખૂબ વધી રહ્યું છે. ત્યારે મોરબીમાં ઓક્સિજન વાળા બેડના અભાવે કોઈને સારવારમાં વધુ તકલીફ ન પડે તે માટે પાટીદાર કોરોના કેર સેન્ટર – જોધપર ખાતે ઓક્સિજન વાળા 30 બેડની સુવિધા ઉપલબ્ધ કરેલ છે. તે અનુસંધાને નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન મોરબીના પ્રમુખ પી. ડી. કાંજીયા દ્વારા રૂ. 2,51,000 નું અનુદાન આપવામાં આવેલ છે.
મોરબી જિલ્લો આર્થિક રીતે સુખી સંપન્ન છે. તો હાલની આ કોરોના સંક્રમણની કપરી પરિસ્થિતિમાં ઉદ્યોગપતિઓ તેમજ આર્થિક સદ્ધર વ્યક્તિઓ આવા સેવાકાર્યમાં આગળ આવીને લોકોને ઉપયોગી થાય એવી અપીલ પણ કરવામાં આવી છે.

(9:30 am IST)
  • મધ્યપ્રદેશમાં કુંભમાંથી પરત ફરનારાઓ માટે 7 દિવસ ક્વોરન્ટાઈન ફરજીયાત મધ્યપ્રદેશમાં પરત ફરી રહેલા અને કુંભનાં મેળામાં જઈ આવેલા લોકો માટે સરકારે 7 દિવસનું હોમ ક્વોરન્ટાઈન રહેવું ફરજીયાત બનાવ્યું છે. આ સાથે જ તેમણે જિલ્લા અધિકારીને પણ આ સંદર્ભની માહિતિ પુરી પાડવી પાડશે. access_time 1:44 pm IST

  • કોરોનાકાળમાં બ્રિટનના વડાપ્રધાનની ભારત મુલાકાત રદ થવાની અટકળ શરૂ :ભારતમાં મળતા કોરોના વાયરસના નવા સ્ટ્રેઇનના કારણે વિદેશોમાં પણ ગભરાટ:બ્રિટિશ વિપક્ષે પણ બોરિસ જ્હોનસનથી ભારતની મુલાકાત રદ કરવાની માંગ કરી access_time 12:15 am IST

  • પંજાબના મુખ્યમંત્રીએ COVID19 પરિસ્થિતિની સમીક્ષા કરી : 20 થી 30 એપ્રિલ દરમ્યાન નાઇટ કર્ફ્યુનો સમય વધારીને સાંજે 8 થી સવારે 5 નો કર્યો, તમામ બાર, સિનેમા હોલ, જિમ, સ્પા, કોચિંગ સેન્ટરો, સ્પોર્ટસ સંકુલ બંધ કરવાનો આદેશ આપ્યો : લગ્ન અને અંતિમ સંસ્કાર સહિતના મેળાવડામાં 20 થી વધુ લોકો પર પ્રતિબંધ : આ સાથે સરકારી અને ખાનગી લેબ્સ દ્વારા RT-PCR અને રેપિડ એન્ટિજેન ટેસ્ટ ના દરો અનુક્રમે રૂ. 450 અને રૂપિયા 300 કરવામાં આવ્યા હોવાનું મુખ્યમંત્રી કાર્યાલયે જાહેર કર્યું access_time 4:47 pm IST