Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

સરકાર સિક્યોરિટીના નામે જાસુસી કરાવે છે,:હું નહિ સ્વીકારું :હાર્દિક પટેલ

કોંગ્રેસનો પ્રચાર ભાજપને ખટકે છે : હું ગરીબોની વાત કરું છું તેનાથી ભાજપ ચિંતામાં છે.

રાજકોટ :સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ પર થયેલા થપ્પડકાંડના ઘેરા પડઘાપડ્યા છે એક તરફ કોંગ્રેસ હાર્દિક પટેલની સુરક્ષા બાબતે ચિંતિત છે જયારે બીજીતરફ હાર્દિક પટેલે સરકારી સિક્યોરિટી લેવા ઇન્કાર કર્યો છે

   રાજકોટ ચૂંટણી સભા કરવા પહોંચેલા હાર્દિક પટેલે સમગ્ર ઘટના અંગે વિગતે વાત કરી હતી. જેમાં તેણે જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી સિક્યોરિટી હું નહીં સ્વીકારું, કારણ કે ગુજરાત સરકારની સિક્યોરિટી જાસુસી કરાવે છે.

    હાર્દિક પટેલ રાજકોટ એરપોર્ટ પહોંચ્યો હતો, અહીં તે સાંજે 8 વાગ્યે મોરબીના જીવાપર ખાતે જાહેર સભાને સંબોધશે, જો કે આ પહેલા હાર્દિક પટેલે પત્રકારો સાથે વાતચીત કરી હતી. હાર્દિકે કહ્યું કે હું કોંગ્રેસનો સભ્ય છું, કોંગ્રેસ માટે પ્રચાર કરું જે ક્યાંકને ક્યાંક ભાજપને ખટકે છે. હું ગરીબોની વાત કરું છું તેનાથી ભાજપ ચિંતામાં છે. અગાઉ પણ મને ભાજપના માણસો દ્વારા ધમકી અને વિરોધ કરવામાં આવ્યો હતો. અમારા જેવા નેતાઓ સુરક્ષીત નથી તો સામાન્યની જનતાની સુરક્ષા પર પણ સવાલ ઉઠી રહ્યાં છે

(11:07 pm IST)
  • ચૂંટણી આયોગની ફ્લાઈંગ સ્ક્વોડે હેલિપેડ પર બીએસ યરદુરપ્પાના સામાનનું કર્યું ચેકીંગ : કર્ણાટકના શિવમોગ્ગામાં હેલિપેડ પર ભાજપ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી યરદુરાપ્પા અને કે,એસ,ઈશ્વરપ્પાના સામાનનું તલાસી લેવાઈ હતી access_time 1:24 am IST

  • કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજે આપ્યું બહુ મોટું નિવેદન: કહ્યું કે બાલકોટ એર સ્ટ્રાઈકમાં કોઈ પાકિસ્તાની આર્મી કે સ્થાનિકોના મોત થયા નથી access_time 2:09 am IST

  • અમરેલી પંથકના ગામમાં કૂવામાં માટી કાઢી રહેલ ૨ શ્રમિકના કરૂણ મોત : કુવામાંથી માટી કાઢતા દોરડુ તૂટી જતાં ૨ શ્રમિકોના મોત : બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા : સાવરકુંડલાના હાથસણી ગામની ઘટના access_time 3:49 pm IST