Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

અમરેલીના ધારાસભ્યો અનોખાઃ એક ધારાસભ્યએ સરકારી પગાર છોડયો ઃ બીજા વિપક્ષી નેતા છતા સુરક્ષા કે ગાડી છોડી સ્કુટી પર પ્રચાર કરે છે

પરેશ ધાનાણી અને અમરીશ ડેરએ સ્કુટી પર સવાર થઇ રાજુલાના રાજ માર્ગોમાં ફરી પ્રચાર કયો

અમરેલી : ચૂંટણી ટાણે હેલિકોપ્ટરમાં બેસી પ્રચાર-પ્રસાર કરતા નેતાઓ કરતા અમરેલી જિલ્લાના આ બે ધારાસભ્યો અનોખા છે. એક ધારાસભ્યએ સરકારી પગાર છોડયો છે જયારે બીજા વિપક્ષના નેતા હોવા છતાં સરકારી સુરક્ષા કે સરકારી ગાડીને છોડી સ્કુટી પર પોતાનો લોકસભાના ઉમેદવાર તરીકે પ્રચાર-પ્રસાર કરે છે.

દેશભરમાં ચૂ઼ટણીનો માહોલ જામ્યો છે. તમામ પક્ષના નેતાઓ ઉમેદવારો પોતાના ચૂંટણી કાર્યક્રમોમાં વ્યસ્ત છે ત્યારે કેટલાક ઉચ્ચનેતાઓ હેલિકોપ્ટરમાં પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. તો કેટલાક નેતાઓ પ્રાઇવેટ પ્લેનમાં બેસી હાઇટેક પ્રસાર પ્રચાર કરી રહ્યા છે. ત્યારે અમરેલી જીલ્લાના બે  ધારાસભ્યો સાદગી સભર  પ્રસાર પ્રચાર માં વ્યસ્ત છે.

રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર પોતાનો પગાર છોડી ચુકયા છેે તો અમરેલીના ધારાસભ્ય અને  વિપક્ષી નેતા પરેશ ધાનાણી પોતાની સરકારી સુરક્ષા સરકારી ગાડીને છોડી ચુકયા છે અને હાલ અમરેલી લોકસભાની સીટના ઉમેદવાર પરેશ ધાનાણી પોતાની સાદગીથી લોકોના દિલ જીતી રહ્યા છે.

ખાસ કરી પ્રચારના સમયે હાલીને નીકળે છે વધુ પડતા રોડ શો ચાલીને કરીને લોકોને રુબરુ લઇ  રહયા છે ત્યારે આજરોજ રાજુલા મુકામે પ્રચાર માટે આવેલા લોકસભાના ઉમેદવાર પરેશ ધાનાણી અને રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર આજે સ્કુટી પર બેસી આખા રાજુલામાં ફર્યા  હતા. અને લોકોની પીડા સમસ્યાઓ જાણી હતી બાદમાં રાજુલાના રાજ માર્ગો પર પ્રચાર કર્યો હતો. રાજુલાની બજારમાં આજે આ બંને ધારાસભ્યોને જોવા લોકો ઉમટી પડયા હતા.

(10:50 pm IST)