Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

અમરેલીમાં ઈન્ડોતિબેટ બોર્ડર પોલીસ જવાનનું મોતઃ એક ગંભીરઃ ઝેરી જીવડુ કે સર્પદંશ ?

અમરેલી, તા. ૧૯ :. લોકસભાની ચૂંટણીના બંદોબસ્તમાં આવેલ ઈન્ડોતિબેટ બોર્ડર પોલીસના એક જવાનનું સાવરકુંડલાની જ્ઞાતિ સમાજની વાડીમાં મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે.

રાત્રી રોકાણ દરમિયાન એક જવાનનું મોત થયુ હતું જ્યારે એક જવાનને ગંભીર હાલતમાં સારવાર માટે અમરેલીની હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ છે. ઝેરી જીવડાના ડંખથી અથવા તો સર્પદંશથી મોત થયાનું અનુમાન છે.

લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી, કલેકટર અને એસ.પી.ઘટના સ્થળે દોડી ગયા હતા. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(4:20 pm IST)