Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

ઓખા બેટના હનુમાન દાંડી મંદિરે અન્નકુટ અખંડ ધૂન તથા મહાપ્રસાદ

ઓખામાં પુરાણ પ્રસિધ્ધ બેટ શંખોદ્વારમાં હનુમાન દાંડી મંદિરે હનુમાન જયંતી મહોત્સવમાં ત્રણ દિવસીય પ્રાગટય, ધ્વજારોહણ, અન્નકુટ, અખંડ ધુન જેવા વિવિધ કાર્યક્રમો રાખેલ છે. દેશના ઓખા મંડળના અરબી સમુદ્રના પશ્ચિમ કિનારે આવેલ અનંત અવિનાસી ભૂમિમાં જગતના તાત પ્રભુ શ્રી દ્વારકાધીશજી પોતાની પટરાણીઓ પરિવાર સાથે જીવન કાળનો મોટાભાગ જયા નિવાસ કરેલ છે. એવી પુનીત-ભૂમિ બેટ શંખોદ્વાર ટાપુ પર પૂર્વ દિશાએ શ્રી હનુમાનજી તથા શ્રી મકરધ્વરજજીનું પુરાણ પ્રસિધ્ધ મંદિર આવેલું છે. જે વિશ્વનું એકમાત્ર મંદિર છે કે જયાં હનુમાનજી અને તેમના પુત્ર એક સાથે બીરાજે છે. આ શ્રી હનુમાન દાંડી સ્થળમાં નામ સંકિર્તનના પ્રણેતા પૂજય શ્રી પ્રેમભિક્ષુજી મહારાજશ્રીએ પોતાના તેર માસના કાષ્ટમૌન દરમ્યાન 'શ્રી રામ જય રામ જય જય રામ' નું તેર કરોડ મંત્રનું લેખન અનુષ્ઠાન આ મંદિરમાં કરેલુ અને કરાવેલું જેની સ્મૃર્તિ આજે પણ આ ભૂમિને પાવન કરે છે. આનો પુરાવો ત્રણસોથી ચારસો વર્ષ પુર્વનો છે. જે આજે પણ આ દરીયા કિનારાને ડની કિનારા તરીકે ઓળખે છે. આવા તપસ્થળ પુરાણ પ્રસિધ્ધ બેટ શંખોદ્વાર ટાપુમાં નામનિષ્ટ સંત શ્રી પ્રમભિક્ષુજી મહારાજશ્રીની તપો ભૂમિ શ્રી દાંડીવાલા શ્રી હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતિ મહોત્સવ અંતર્ગત તા. ૧પ થી ર૦-૪ સુધી પાંચ દિવસ શ્રી રામ જય રામ જય જય રામ ની અખંડ ધુન રાખવામાં આવેલ છે. સવારે ૬.૩ર હનુમાનજી મહારાજનો પ્રાગટય ઉત્સવ સાથે મંગલા આરતી બાદ સવારે ૧૦ વાગ્યે અન્નકુટ દર્શન અને બપોરે ઉત્સવમાં પધારેલ તમામ ભકતોને મહાપ્રસાદનું આયોજન કરેલ છે. અને તા. ર૦  અખંડ રામધુનની પૂર્ણાહૂર્તિ રાખેલ છે. આ મહોત્સવનો લાભ લેવા ભકતજનો મહંતશ્રી બ્રહ્માનંદજી મહારાજ, પ્રમુખશ્રી હેમુભા વાઢેર તથા ટ્રસ્ટી દિનેશભાઇ બદિયાણી અને રમેશભાઇ મજીઠીયાએ જણાવેલ છે. હનુમાન દાંડી મંદિરે હનુમાન જયંતી ઉજવણીની તસ્વીર.

(2:02 pm IST)