Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

દેલવાડાના મદ્રેસામાં તાલીમી પ્રોગ્રામઃ

ઉનાના દેલવાડામાં મુસ્લિમ પંચ ટ્રસ્ટ હેઠળ ચાલતા મદ્રેસામાં આલીમાં કલાસ કે જેમાં ૮૦ જેટલી બાળાઓ અભ્યાસ કરે છે જેઓનું બીજો તાલીમી પ્રોગ્રામ આલીમાં કલાસ કમિટી દ્વારા ઉજવવામાં આવ્યો હતો જેમાં ઉનાથી હઝરત પીરબાપુ કાદરી, અકબરભાઈ ભીસ્તી, અ.રહીમ બરકાતી, આસિફબાપુ અલવી, ઇકબાલ બાપુ કાદરી, દેલવાડા મુસ્લિમ સમાજના પ્રમુખ ફિરોજભાઈ સોલંકી, ઉપ પ્રમુખ યુસુફમિયા મામદાણી સરપંચ વિજયભાઈ બાંભણીયા સહિત હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો, પટેલો, ટ્રસ્ટીઓ તથા મુસ્લિમ સમાજના વિશાળ સંખ્યામાં લોકો એ હાજરી આપી હતી. આલીમાં કલાસમાં અભ્યાસ કરતી વિજેતા બાળાઓને દાતાઓ દ્વારા રોકડ સહિત ઈનામ વિતરણ કરવામાં આવ્યા હતા અને પ્રોગ્રામ પૂર્ણ થયા બાદ આમ ન્યાઝ રાખવામાં આવેલ હતી. તાલામી કાર્યક્રમની તસ્વીર.

(12:49 pm IST)