Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

દેવુ ન ભરે તો ખેડુતોને જેલ અને ઉદ્યોગપતિઓને મહેલઃ રાહુલ ગાંધી

કોંગ્રેસની સરકાર આવશે તો ૧૦ દિવસમાં ખેડુતોનું દેવું માફ કરી દેશેઃ વંથલીમાં સભા ગજવતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ

જુનાગઢ, તા., ૧૮: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે જુનાગઢ જીલ્લાના વંથલી ખાતે કોંગ્રેસની જાહેરસભા સંબોધવા આવી પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ કેન્દ્ર અને રાજયની ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા.

રાહુલ ગાંધીએ જણાવ્યુંહતું કે જો કોંગ્રેસની સરકાર આવશેતો ૧૦ દિવસમાંખેડુતોનું દેવું માફ કરીશું. ભાજપ સરકાર માત્ર ઉદ્યોગપતિઓનું જ દેવું માફ કરે છે.ખેડુતોની હાલત દયનીય છે.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે નરેન્દ્ર મોદીએ લોકોના બેંક ખાતામાં ૧પ લાખ આપવાના વચનઆપ્યું હતું. પરંતુ હજુ સુધી તેનો અમલ થયો નથી અનેલોકો મોંઘવારીના મારમાં ફસાતા જાય છે. અમે ગરીબી ઉપર સર્જીકલ સ્ટ્રાઇક કરીશું.

રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે નોટબંધીથી ઇમાનદાર લોકોને પણ લાઇનમાં ઉભું રહેવું પડયુંહતું. નોટબંધીના કારણે અનેક ગરીબ અને મધ્યમ પરીવારના લોકોની હાલત કફોડી બની ગઇ હતી. રાહુલ ગાંધીએ જણાવ્યું કે નરેન્દ્ર મોદી તમને બધાને મિત્રો કહેછે જયારે અંબાણી વિજય માલ્યા સહીતનાને ભાઇ કહીને સંબોધે છે. વંથલી ખાતે આયોજીતજાહેર સભામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીતભાઇ ચાવડા, અર્જુનભાઇ મોઢવાડીયા, લલીતભાઇ વસોયા, પુંજાભાઇ વંશ, હર્ષદભાઇ રીબડીયા, વિમલભાઇ ચુડાસમા સહીતના ઉપસ્થિત રહયાહતા.

તમે તો ભવાયાની જેમ ખેલ કરો છોઃ અર્જુનભાઇ મોઢવાડીયાના પ્રહારો

જુનાગઢઃ વંથલી ખાતે આયોજીત સભામાં અર્જુનભાઇ મોઢવાડીયાએ ભાજપસરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા.  અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાવ્યું કે નવાજ શરીફના ઘરે કેક કાપવા જનાર વડાપ્રધાન પાકિસ્તાન સાથે કઇરીતે બદલો લેશે? તેવોકહેછે કે મનેપકડો મને પકડો મને પકડો પરંતુ તમનેપકડયાછે કોણે? તમે તો ભવાયાની જેમ ખેલ કરો છો તેમ કહીને વડાપ્રધાન સામે આક્ષેપો કર્યા હતા.

(12:46 pm IST)