Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

સાવરકુંડલા તાલુકાના ર મંત્રીને સસ્પેન્ડ ન કરાતા રજૂઆત

સાવરકુંડલા તા.૧૯ : તાલુકાના બે તલાટી મંત્રીઓ ચાલુ ફરજે બહાર ગામ જતા રહેતા તેને સસ્પેન્ડ કરવા અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ઇકબાલગોરીએ સ્થાનિકથી માંડી જીલ્લા કક્ષાના અધિકારી સુધી લેખીત માંગણી કરી હોવા છતા આજ દિ સુધીના કોઇ પગલા લેવામાં આવેલ નથી.

તાલુકાના બે તલાટીમંત્રીઓ પરેશભાઇ જોષી (પ્રમુખ મંત્રી સહકારી મંત્રી) તથા પી.પી. મહેતા તા.૨૭-૩-૧૯ના રોજ ચાલુ ફરજે બુધવારેના રોજ ભાવનગર જિલ્લાના શિહોર ગામે ત્રાંબાના વાસણની ખરીદી કરવા પ્રાઇવેટ વાહન લઇ ગયેલ હતા અને મોડી રાત્રે પરત આવેલ હતા. તેથી બાયોમેટ્રીક સિસ્ટમ થમ્બથી હાજરી પુરાતી હોય છે એટલે મોડી રાત્રે પરત આવેલા બે મંત્રીઓની બાઇમેટ્રીક થમ્બ હાજરી પુરાણી નથી. તેવુ જીલ્લાના મુખ્ય ચુંટણી અધિકારી જીલ્લા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી, ડે.કલેકટર સાવરકુંડલા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સાવરકુંડલાને લેખીત આપી માંગણી કરેલ છે. આમ છતા આ બંને તલાટી મંત્રી સામે ઉચ્ચકક્ષાએથી કોઇ પગલા આજદિ સુધી લેવામાં આવેલ નથી.

આ બાબતે સાવરકુંડલા તાલુકા વિકાસ અધિકારીએ અમારી પાસે લેખીત પત્ર દ્વારા પુરાવા માંગવામાં આવેલ છે. આ અંગે ઇકબાલ ગોરીએ તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખી જણાવેલ હતુ કે પુરાવા આપ સાહેબ પાસે છે. કારણકે કર્મચારીઓની હાજરી બાયોમેટ્રીક થમ્બથી પુરાતી હોય છે તો તે સિસ્ટમમાંથી જોઇ શકો છો તે જોવાના બદલે અરજદાર પાસેથી પુરાવા માંગવામાં આવે છે. અમો હાઇકોર્ટમાં જશુ તેમાં કોઇ શંકાને સ્થાન નથી તેમ અંતમાં ઇકબાલ ગોરીએ જણાવેલ હતુ.

(12:45 pm IST)