Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

સાળંગપુરમાં શ્રી હનુમાન જયંતિની ઉજવણી : અભિષેક, મંગળા આરતી, લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં ભાવિકો ઉમટયા

બોટાદ જીલ્લાના સાળંગપુર ખાતે આજે શ્રી હનુમાન જયંતિ પર્વની ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કાલે રાત્રીના લાઇટ એન્ડ સાઉન્ડ શો તથા લોકડાયરો યોજાયો હતો. જેમાં માનવમેદની ઉમટી પડી હતી અને મોડી રાત્રી સુધી લોકડાયરાની રંગત જામી હતી. આજે વહેલી સવારે મંગળા આરતી, અભિષેક, શણગાર આરતી, સમૂહ યજ્ઞ, અન્નકુટ ભારતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટયા હતાં અને પૂજન, અર્ચન, દર્શનનો લાભ લીધો હતો. શ્રી સાળંગપુર હનુમાનજી મંદિરે કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી, મહંત પૂરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજીનું સ્વામી (અથાણાવાળા) તથા સંતો-મહંતો અને હરિભકતોની હાજરીમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં જે તસ્વીરમાં નજરે પડે છે.

(12:45 pm IST)