Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

ઉનાના ગુંદાળામાં ખેતરના શેઢે ચાલવા પ્રશ્ને પાઇપ વડે હુમલોઃ ગંભીર ઇજા

ઉના તા.૧૯: તાલુકાનાં ગુંદાળાના મુસ્લિમ વૃદ્ધ ઉપર ખેતરનાં સેઢે ચાલવા બાબતે સેઢા પાડોશીએ લોખંડના પાઇપ વડે માથામાં મારી ગંભીર ઇજા કર્યાની ફરિયાદ નોંધાઇ છે.

ગુંદાળા ગામે રહેતા ઇબ્રાહીમભાઇ નુરમહમદ  મંધરા (ઉ.વ.૬૦) વાળાનું ખેતર સીમમાં આવેલ હોય તેના સેઢા પાડોસી ઝીણાભાઇ રામભાઇ ડાભી રહે. મેડા વાળાના ખેતર હોય સેઢે ખેતરનાં સેઢે ચાલવા બાબતે બોલાચાલી થતાં ઝીણાભાઇએ ગાળો આપી રસ્તે ચાલવાની ના પાડી લોખંડના પાઇપ વતી હુમલો કરી માથામાં ગંભીર ઇજા પહોંચાડતાં ઉના દવાનાને સારવારમાં ખસેડતાં પોલીસમાં ફરિયાદ નોંધાવેલ છે. તબીબે સ્થિતિ ગંભીર ગણાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

(12:42 pm IST)