Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

હળવદમાં ભરબપોરે એસબીઆઈમાં ૫૦ હજાર સેરવી લેતી મહિલા સીસીટીવી ફુટેજમાં થઇ ગઇ કેદ

હળવદ, તા.૧૯: આજે ભર બપોરે એસબીઆઈ સ્ટેશન રોડ બ્રાન્ચ બેંકમાં ભીડનો લાભ લઈને એક મહિલાએ ૫૦ હજારની રકમ  ઉપાડવા આવ્યા હોય તેવા આધેડ ઉમરની વ્યકિત પાસેથી સેરવી લીધા બાદ ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી હતી જોકે બેન્કના સીસીટીવી કેમેરામાં મહિલા થેલામાથી પૈસા સેરવતી કેદ થઇ છે જે ફૂટેજને આધારે પોલીસે વધુ તપાસ ચલાવી છે

હળવદની એસબીઆઈ સ્ટેશન રોડ બ્રાન્ચ બેંકમાં આજે બપોરના સમયે એક મહિલા ૫૦ હજાર રૂપિયાની રકમ સેરવી જતાં સનસનાટી ફેલાઈ ગઈ હતી જેમાં એસબીઆઈ બેંકના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવતા મહિલા કેમેરામાં કેદ થઇ છે અને ભીડનો લાભ લઈને મહિલા આધેડ વયની વ્યકિતની થેલીમાંથી ૫૦ હજારની રકમ સેરવી ગઈ હોય તે સ્પષ્ટ થયું છે ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ ચલાવી છે અને મહિલાને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે જોકે હળવદમાં વધતા જતા ચોરીના બનાવોથી તેમજ ધોળે દિવસે બેંકમાંથી રોકડ રકમ સેરવી લેવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

(12:41 pm IST)