Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

ગાંધીધામ-ગ્રાહકના કમિશન અને કંપનીનો ડેટા વેચી દોઢ કરોડની છેતરપીંડી કરનાર કર્મચારી વિરૂદ્ધ ફરિયાદ

(ભુજ) તા.૧૯: ગાંધીધામ અને અમદાવાદમાં પોતાનું કામકાજ ધરાવતી ખાનગી કંપનીના માલિક પ્રીતેશ કુશરાજ પારેખે અમદાવાદના અંજુલ જ્ઞાનેન્દ્ર ગૌતમ નામના પોતાના કર્મચારી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. કંપનીની અમદાવાદ ઓફિસમાં નોકરી કરતા અંજુલે  ૨૦૧૩-૧૪થી અત્યાર સુધીના સમયગાળામાં ગ્રાહકોને અપાતા કમિશનમાં ગોલમાલ કરીને તેમજ અન્ય હરીફ કંપનીને વ્યવસાયિક ડેટા વેંચીને દોઢ કરોડ રૂપિયાની છેતરપીંડી કરી છે. ફરિયાદી પ્રીતેશ પારેખે અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને આરોપી અંજુલે દોઢ કરોડ રૂપિયા પોતાના, પત્નીના અને મિત્રોના બેંક ખાતામાં જમા કરાવ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો છે.

(12:37 pm IST)