Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

પોલીસે મારકુટના કેસમાં ફરિયાદ નહિ લેતા પી.એસ.આઇ. વિરૂદ્ધ રીટ

જામજોધપુર, તા. ૧૯ : સામાન્ય નાગરિક વિરૂદ્ધ તાત્કાલીના ધોરણે ફરીયાદ લેનાર પોલીસ માર મારવાના કેસમાં પીએસઆઇ વિરૂદ્ધ ફરીયાદ નોંધાતા હાઇકોર્ટમાં ધા નાખી છે.

જામજોધપુર શહેરમાં તા. ર૦-૧૦ના રોજ જયદેવભાઇ પ્રકાશભાઇ ઠાકોર ઉપલેટાથી પોતાની ગાડી લઇ પોતાની ફઇજી સાથે જામજોધપુર પોસ્ટ ઓફીસ રોડ પર આવેલ પોતાની ઓફીસે આવેલ ત્યારે પોતાના ફઇને પગના ગોઠણમાં તકલીફ  હોય અને સીનીયર સીટીઝન હોય ઓફીસ સામે તેમને ઉતારવા બે મીનીટ ગાડી રાખેલ ત્યારબાદ ટ્રાફીક પોલીસે આવી કહેલ કે ગાડી પાર્કીંગ આગળ કરી  જે ગાડી પાર્કીગ આગળ કર્યા બાદ ૩ થી ૪ પોલીસવાળા આવી જયદેવભાઇને ચારેય પોલીસે બોલાવે છે તેમ કહી નીચે બોલાવી પીએસઆઇ પરમાર અને ત્રણ ચાર પોલીસવાળા લાકડી અને ડાબા પગમાં ઢોર માર મારેલ અને પોલીસ સ્ટેશને લઇ ગયેલ અંતે મારા ફઇ આવતા મને ધમકાવી જવા દીધેલ ત્યારબાદ ઉપલેટા આવી સરકારી દવાખાને દાખલ થઇ ૬ વાગ્યા સુધી કોઇએ ફરીયાદ લીધેલ નહી ત્યારે તા. ર૦ ના રોજ ઉપલેટા પોલીસ સ્ટશેનમાં ફરીયાદ દાખલ કરેલ. વારંવાર પોલીસ સ્ટેશને પત્ર લખેલ મુખ્યમંત્રી ડીઆઇજી ગૃહ વિભાગને પત્ર દ્વારા જાણ કરેલ છે છતાં ફરીયાદ દાખલ ન કરતા એડવોકેટ મીનાબહેન ઠાકોર દ્વારા આ અંગે હાઇકોર્ટમાં રીટ કરેલ છે.

(12:35 pm IST)