Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

જસદણના વધુ એક વિસ્તાર વાજસુરપરામાં મતદાન બહિષ્કારના બેનરો લાગ્યા !!!

જસદણ તા. ૧૯ :.. વોર્ડ નંબર-ર વાજસુરપરામાં કોઇ કામો થતાં ન હોવાને કારણો કેટલાંક ઠેકાણે એવા બેનર માર્યા કે કોઇ રાજકીય પાર્ટીએ મતથી ભીખ માંગવા માટે બનાવવાના પ્રશ્ને બેનરો લગાડયાના સમાચારની શાહી સુકાય નથી. ત્યારે અચાનક વાજસુરપરામાં બેનરો લાગી અને ટોળાં એકઠાં થતાં લોકોમાં આશ્ચર્ય થયું છે. આ વોર્ડમાં ભાજપના-૩ અને કોંગ્રેસના -૧ નગરસેવકો ચૂંટાયા છે. નવાઇની બાબત એ છે કે આ વિસ્તારમાં ભાજપના જ ત્રણ નગરસેવકો છે. અને શહેર નગરપાલિકામાં ભાજપનું જ શાસન છે. ત્યારે આ બેનર કોણે લગાડયાં ? કયાં કામો થતા નથી ? કયાં પક્ષ વિરૂધ્ધ છે ? એવા અનેક કારણો જાણવા મળ્યા નથી.

દોઢ વર્ષથી ભાજપનું શાસન છે. આ દરમિયાન ભાજપના સભ્યો અંદરો - અંદર બાખડવાનું કાર્ય કરી રહ્યાં છે. કેટલાંક સભ્યો તો દરરોજ સમસ્યાઓના મેસેજ સોશ્યલ મીડીયામાં મુકે છે. ત્યારે રાજકારણીઓના બહિષ્કારના જાહેરમાં બોર્ડ લગાવતાં હાલ તો તરેહ તરેહની ચર્ચાઓ સ્થાનીક રાજકીય પક્ષોમાં જાગી છે.

(12:33 pm IST)
  • મતદારો નિરુત્સાહ રહ્યા : લોકસભાની ચૂંટણીના બીજા ફેઝમાં મતદાન, 2014 કરતા થોડું ઓછું રહ્યું : ઓરિસ્સામાં -14.48%, તામિલનાડુમાં -8.73%, પુન્ડુચેરીમાં -6.63%, જમ્મુ એન્ડ કશ્મીરમાં -5.13%, પશ્ચિમ બંગાળમાં -5.13%,આસામમાં -2.42%, મહારાષ્ટ્રમાં -1.69%, છત્તીસગઢહમાં -1.62%, કર્ણાટકમાં -0.63%, બિહારમાં -0.09%, ઉત્તર પ્રદેશમાં +0.3% અને મણિપુરમાં +1.23% મતદાનની ટકાવારી રહી access_time 2:10 am IST

  • સંસદના બન્ને સદનમાં બહુમતી હાંસલ કર્યા બાદ ભાજપ ધારા-370 ખતમ કરશે :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે એમ પણ કહ્યું હતું કે હાલની લોકસભા ચૂંટણીનો મુખ્ય મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા છે access_time 12:54 am IST

  • ન્યાય યોજના પર કોંગ્રેસને અલ્હાબાદ હાઇકોર્ટે નોટિસ ફટકારી :બે સપ્તાહમાં માંગ્યો જવાબ : અલ્હાબાદ હાઇકોર્ટે એક જનહિત અરજી પર સુનાવણી કરતા કોંગ્રેસની લઘુતમ આવક યોજના (ન્યાય ) ને લઈને પાર્ટી પાસેથી ખુલાસો અમનજીઓ ;અરજીકર્તાએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાંથી લઘુતમ આવકની ગેરેંટીને હટાવવાની માંગ કરી access_time 1:05 am IST