Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

વંથલીમાં રેશ્મા પટેલ ઉપર હુમલો કરનાર શખ્સોને ભાજપનો ખેસ પહેરેલ લોકો લઇ ગયા

રાજકોટ, તા., ૧૯: માણાવદર વિધાનસભા બેઠકના એનસીપીના ઉમેદવાર અને પોરબંદર લોકસભા બેઠકના અપક્ષઉમેદવાર રેશ્મા પટેલ ઉપર કાલે સાંજે હુમલો થતા ખળભળાટ મચી ગયોછે.

આ અંગે રેશ્મા પટેલ સાથે અકિલાએ  સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેઓ સારવારમાં હોવાનું જણાવીને સની પટેલે જણાવ્યું હતું કે ગઇકાલે રેશ્મા પટેલ જુનાગઢ જીલ્લાના વંથલીમાં પ્રચાર કરી રહયા હતા ત્યારે ર૦૦ જેટલા લોકોનું ટોળુ આવ્યું હતુંઅને રેશ્મા પટેલનું ગળુ દબાવ્યું હતું તેમજ માર મારવા પ્રયાસ કર્યો હતો.

હુમલો કરનારાને ભાજપનો ખેસ પહેરીને આવેલા લોકો સ્કુટર ઉપર લઇ ગયા  હતા તેવો આક્ષેપ સની પટેલે કર્યો હતો.

રેશ્મા પટેલ ઉપર હુમલો થયા બાદ તેઓને વંથલીના સામુહીક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ વંથલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવામાં આવી હતી.તસ્વીરમાં રેશ્મા પટેલ પોલીસ સ્ટેશનમાંથી બહાર આવતા નજરે પડે છે. બીજી તસ્વીરમાં ભાજપનો ખેસ પહેરેલા લોકો નજરે પડે છે.

(12:33 pm IST)