Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

કંડલા એરપોર્ટ ૪ર.૬, ઇડર ૪ર.ર, ગાંધીનગર ૪ર.૦, અમરેલી ૪૧.૪, રાજકોટ ૪૦.૯ ડીગ્રી તાપમાનઃ તોપધખતા તાપથી લોકો ત્રાહીમામ

રાજકોટઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ધોમધખતા તાપ સાથે આકરા ઉનાળાનો માહોલ બરાબરનો જામ્યો છે અને મહતમ તાપમાનનો પારો ૪ર ડીગ્રીને પાર થઇ જતા લોકો પરસેવે રેબઝેબ થઇ રહયા છે.

આજે રાજયમાં સૌથી ઉંચુ તાપમાન કંડલા એરપોર્ટ ઉપર ૪ર.૬ ડીગ્રી, ઇડર ૪ર.ર, ગાંધીનગર ૪ર.૦, અમરેલી ૪૧.૪,  અમદાવાદ, સુરત-૪૧.૪, ડીસા ૪૦.૪, વડોદરા અને રાજકોટ ૪૦.૯, ભાવનગર ૪૦.૩, દીવ ૩૯.પ, મહુવા ૩૯.૪, ભુજ ૩૯.૦, પોરબંદર ૩૭.૭, વેરાવળ ૩૩.૮, દ્વારકા ૩૧.૬ ડીગ્રી તાપમાન નોંધાયું છે.

(7:35 pm IST)