Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

ગોંડલ યાર્ડમાં મજુરી વધારવાની માંગણી સાથે મજુરોની હડતાલઃ કામકાજ ઠપ્પ

 

મજુરોની હડતાલ કારણે યાર્ડમાં ઘઉં, દાણા સહીતના ઢગલા થઇ ગયેલા નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

ગોંડલ, તા., ૧૯: ગોંડલ યાર્ડમાં આજે મજુરોએ હડતાલ પાડતા દોડધામ મચી ગઇ છે.

પ્રાપ્ત માહીતી મુજબ ગોંડલ યાર્ડમાં મજુરી કામ કરતા મજુરોએ મજુરીના ભાવમાં વધારો કરવાની માંગ સાથે આજે હડતાલ પાડી દીધી છે.

આ હડતાલના કારણે યાર્ડમાં કામકાજ ઠપ્પ થઇ ગયું છે. હાલમાં ઘઉં, દાણા, મરચા સહિતની મોટા પ્રમાણમાં યાર્ડમાં આવક ચાલુ છે ત્યારે જ કામદારોએ હડતાલ પાડતા  ખેડુતો અને વેપારીઓની હાલત કફોડી થઇ ગઇ છે.

(1:07 pm IST)