Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

પીપાવાવના દરિયામાં ડુબી જતા માછીમારનું મોત

અમરેલી તા. ૧૯ : રાજુલા નજીક આવેલ પીપાવાવધામ નજીક આવેલ દરિયાયખાડીમાં સંતોષ ભગુભાઈ ગુજરીયા ઉ.વ.૧૭ રે પીપાવાવ ધામ અને અન્ય યુવાન કુલ ર માછીમારી કરતા હતા તે દરમિયાન સંતોષ ભેખડમાં ફસાય જતા ડૂબી ગયો અન્ય યુવાન બહાર નીકળી ગયો હતો ત્યાર બાદ સ્થાનિક વિકટર ના આગેવાન કમલેશભાઈ મકવાણા એ રાજય ના પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીને જાણ કરતા હીરાભાઈ અને તેમની તરવૈયા ટિમ યુવાનો તાત્કાલિક પહોંચી દરિયામાં બોટ સાથે પહોંચ્યા હતા અને ર થી ૩ કલાક બાદ સંતોષની લાશ મળતા મહામુબતે બહાર કાઢવામાં આવી હતી યુવાન ની મત હાલત માં લાશ મળતા પરિવાર જનો માં ભારે શોક છવાયો હતો જોકે ઘટના ને પગલે ટીડીઓ મામલતદાર પોલીસ સહીત ના અધિકારી ઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ત્યાર બાદ લાશ ને પી.એમ.માટે રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પ્રથમ સ્થાનિક લોકો ઘ્વારા લાશને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ નહીં નીકળતા હીરાભાઈ સોલંકીની ટીમને લાશ ને બહાર કાઢવામાં સફળતા મળી હતી જોકે આ લાશ મત હલાત માં મળતા હીરાભાઈ સોલંકી એ પણ દુઃખ વ્યકયત કર્યું હતું.

સાવરકુંડલાના જાબાળ સીમમાં બકરા ચરાવવા ઠપકો આપતા હુમલો

સાવરકુડલા તાલુકાના જાબાળ ગામની સીમમા રંજનબેન ધીરૂભાઇ વાધેલાએ જયસુખભાઇનુ ખેતર ભાગીયુ રાખેલ જેમા ભરત રામ, ભાવેશ રામ, કનુ રામ, જયસુખ રામ બકરા ચરાવેલ જેથી કાનજીભાઇએ ઠપકો આપતા સારૂ નહી લાગતા છુટા પથ્થરના ઘા કાનજીભાઇ ઉપર કરતા રંજનબેન વચ્ચે પડતા તેમને છુટા પથ્થરના ધા મારી ઇજા પહોચાડયાની સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

બાબરામાં કારખાનામાં મશીનમાં આવી જતા શ્રમીક યુવતીનું મોત

બાબરા ભાવનગર રોડ ઉપર આવેલ જી.આઇ.ડી.સી વિસ્તારના કારખાનામાં કામકરતી કરીયાણા ગામની ભરવાડ પરીવારની પુત્રી પ્લાસ્ટીક વોશના મશીનમાં પડી જવાથી ગંભીર ઇજા બાદ ઘટના સ્થળે કરૂણ મોત થવા પામ્યુ છે.મળતી વિગત મુજબ જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલા માનપોલીમસન્ન્ નામક પ્લાસ્ટીક વોશના કારખાના માં સાંજના સમયે કામકાજ પુરૂ કરી ઘરે જતા પહેલા પ્લાસ્ટીક વોશના મશીનમા હાથ પગ ધોવા ગયેલી માસુબેન વાલાભાઇ સાનીયા ઉ.વ.૨૪ નામક શ્રમીક મશીન ટબમાં પડી જતા એકાએક મશીન ચાલુ થવા પામતા શરીરના ભાગે ગંભીર ઇજા થવાથી મોત થવાનું પોલીસ મથકમાં જાહેર થવા પામી છે. (૨૧.૨૧)

(1:06 pm IST)