Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

જૂનાગઢની સગીરાને ભગાડી જઇ બાદમાં અવાર નવાર દુષ્કર્મઃ લલીત ચુનારાની ધરપકડ

જૂનાગઢ તા. ૧૯: જૂનાગઢની સગીરાને ભગાડી જઇ બાદમાં નરાધમે અવાર નવાર બળાત્કાર ગુજારીને માર માર્યો હોવાનો બનાવ પોલીસ દફતરે નોંધાતા ચકચાર વ્યાપી ગઇ છે.

જોકે, પોલીસે દુષ્કર્મી લલીત ચુનારાની ત્વરિત ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગતો એવી છે કે, જૂનાગઢમાં ધારાગઢ દરવાજા વિસ્તારમાં રહેતા એક પરિવારની ૧પ વર્ષીય સગીર પુત્રીને નગીનાખાણ વિસ્તારમાં રહેતો લલીત બાબુ ચુારા નામનો શખ્સ લગ્નની લાલચ આપી ગત તા. ૧૪-૪નાં રોજ ભગાડી ગયો હતો.

બાદમાં સગીરા ઉપર લલીત બાબુએ અવાર નવાર બળાત્કારળ ગુજાર્યો છતા એટલુ જનહિ તરૂણને માર મારી અને આ અંગે કોઇને કહીશ તો જાનાથી પતાવી દઇશ એવી ધમકી આપી હતી.

નરાધામના સકંજામાં છુટીને ઘરે પહોંચેલી સગીરાએ તેના પરિવારજનોને પોતાના પર વીતેલી કથની જણાવતા પરિવારજનો ચોકી ઉઠયા હતા.

આ અંગે ગઇકાલે બપોરે ભોગ બનનાર સગીરાની માતાએ ફરીયાદ નોંધાવતા એ ડીવીઝન પોલીસે ચુનારા વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આ અંગે એ ડીવીઝનના પી.આઇ.પી.એન. ગમેતીએ તાત્કાલીક તપાસ હાથ ધરીને ગત રાત્રે ૧૦ ના અરસામાં નરાધમને લલીત બાબુની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી ધરી હતી.(૭.૧૯)

(1:02 pm IST)