Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

જુનાગઢમાં પરશુરામ જયંતિ નિમિતે શોભાયાત્રા

જૂનાગઢ : સમસ્ત બ્રહ્મ સમાજ અને સમસ્ત બ્રહ્મ યુવક સંગઠન દ્વારા પરશુરામ જયંતિની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં તળાવ દરવાજા પાસે આવેલ જાગનાથ મંદિરેથી પરશુરામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી જેમાં સમસ્ત બ્રહ્મ સમાજના જૂનાગઢ જિલ્લાના પ્રમુખ પરેશભાઇ જોષી, પ્રફુલ્લભાઇ જોશી, હસુભાઇ જોષી, મુકેશ મહેતા, ભરતભાઇ લખલાણી, તેમજ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવભાઇ જોષી, કાર્તિક ઠાકર, આશિષ રાવલ, પી. સી. ભટ્ટ અને સંગઠનના નેજા હેઠળ મહિલા પાંખના બહેનો એ તલવાર બાજી કરી હતી અને ભગવાન પરશુરામની ઝાંખી કરાવતા ૧પ થી વધુ આકર્ષક ફલોટસ સાથે ૩ કિ. મી. લાંબી શોભાયાત્રા કાળવા ચોક, ભુતનાથ  સહિત મુખ્ય માર્ગો પર ભ્રમણ કરેલ જેનુ ઠેર ઠેર સ્વાગત કરાયુ હતું અને ઠંડા પીણા પીવડાવ્યા હતાં. ઉપરોકત તસ્વીરમાં શોભાયાત્રામાં તલવાર બાજી કરતી બહેનો અને યાત્રામાં જોડાયેલ ધારાસભ્ય ભીખાભાઇ જોષી, મેયર આદ્યાશકિતબેન મજમુદાર ડ્રેનેજ  સમિતના ચેરમેન શૈલેષ દવે, કેળવણીકાર  કે. ડી. પંડયા, પુનિતભાઇ શર્મા, અશોક ભટ્ટ, અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી વગેરે નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ) (પ-૧૭)

(1:00 pm IST)