Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

જસદણમાં રોડના કામે ચારેબાજુ ખોદાણ કરી કોન્ટ્રાકટરો રફુચક્કર..વાહનચાલકો, રાહદારીઓને દરરોજની 'હૈયા હોળી'

ખોદકામને ચારેક માસ વીતી જવા છતાં પણ કામગરીના નથી ઠેકાણા, લોકોમાં ભભૂકતો રોષ : ચોમાસા પછી કામગીરી શરૂ કરવાની છે કે શું ?: મધુરમ કન્ટ્રકશન એજન્સીને બ્લેક લીસ્ટ કરવા કોંગ્રેસની ચીફ ઓફિસર સમક્ષ રજુઆત

જસદણ તા. ૧૯: અહીંયા વિવિધ વિસ્તારોમાં જયા જુઓ ત્યા રોડના કામે ખોદાણ કરી કન્ટ્રકશન એજન્સી, કોન્ટ્રાકટરો રફુચક્કર થઇ જતા છેલ્લા ચારેક મહિનાથી વાહનચાલકો, રાહદારીઓને રોજેરોજની 'હૈયા હોળી' નો સામનો કરવો પડી રહ્યો છે.

ચિફ ઓફિસરને રજુઆત કરી છે કે શહેર ના જુદા જુદા વિસ્તારોમાં રોડ રસ્તા  ના કામો મધુરમ કન્ટ્રકશન એજન્સી દ્વારા બનાવવામાં આવતા હતા. જેના વાજસુર પરામાં શેરી ૧૨,૧૩,૧૮,૪ તેમજ માલધારી વિસ્તાર, આટકોટ રોડ, ગંગાભુવન, ચિતલીયા રોડ, સહિતના જુદા જુદા વિસ્તારોમાં ચારે બાજુ આડેધડ ખોદી ખોદીને એજન્સી વાળા કામ અધુરા મુકીને રફુચક્કર થઇ ગયેલ છે. કયાક કયાક તો અડધી શેરીમાં મેટલ પથરાયા હોવાથી લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. આ બાબતે અગાઉ લેખિત મોૈખિક રીતે અવાર-નવાર રજુઆત કરેલ હોવા છતાં પણ મધુરમ કન્ટ્રકશન એજન્સી ઉપર  કોઇ પણ જાત ના પગલા લીધેલ નથી, ખોદકામ ને આશરે ૪ માસ વીતી ગયેલા છે, લોકો હાલ ખુબ જ મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે. છતા પણ નગરપાલિકાના સતાધીશોને તેની જરા પણ ચિંતા નથી વધુમાં ઉમેર્યુ છે કે, વાજસુર પરા અનેક રોડ રસ્તાઓ મંજુર થઇ ગયેલ છે, છતા પણ ખોદાણ પણ શરૂ કરેલ નથી, તો શું રસ્તાઓ ચોમાસા બાદ શરુ કરવાના છે ?? આ મામલે સત્વરે યોગ્ય કરી મધુરમ કન્ટ્રકશન એજન્સી ને બ્લેક લીસ્ટ માં મુકવા પણ અંતમાં માંગણી ઉચ્ચારાઇ છે.

(12:09 pm IST)