Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

ગોંડલ નાનીબજારના રસ્તાથી વેપારીઓ ત્રાહીમામઃ અડધો દિ' વેપાર-ધંધા બંધ

પાલીકામાં વેપારીઓ દ્વારા આવેદન

ગોંડલ, તા., ૧૯: ગોંડલની નાની બજાર શહેરનું હ્ય્દય ગણાય છે જયાં જવેલર્સના શોરૂમ રેડીમેટ કપડાના શોરૂમ અનેક નાના-મોટા દુકાનો અને વ્યાપાર ધંધા આવેલ છે આ નાની બજારમાં ભુગર્ભ ગટરના કામો પુર્ણ થયા બાદ રોડ-રસ્તા કરવામાં આવતા ના હોય વ્યાપારીઓ અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. નાની બજાર વેપારી મહામંડળની રસીકભાઇ રાજપરા, ચેમ્બરના આગેવાન વિનુભાઇ વસાણી, રસીકભાઇ તન્ના, પ્રતિકભાઇ કામદાર વિગેરે આગેવાનોની હાજરીમાં એક મીટીંગ સ્વામીનારાયણ મંદિર હોલ ખાતે મળવા પામી હતી. જેમાં નાની બજારની દુર્દશાને લઇ પાલીકા તંત્રને આવેદનપત્ર પાઠવવા તેમજ ગુરૂવારના રોજ અડધો દિવસ ધંધા-રોજગાર બંધ રાખીને રોષ ઠાલવ્યો છે.

આ ઉપરાંત આજે વેપારીઓએ પાલીકા તંત્ર સમક્ષ આવેદનપત્ર પાઠવીને રોષ ઠાલવ્યો હતો. (૪.૫)

(12:06 pm IST)