Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

સોમનાથ મંદિરની રક્ષા માટે શહીદ થનાર વેગડાજી ભાલની પ્રતિમા મુકવા તૈયારીઓ

સોમનાથ તા. ૧૯: સોમનાથ ખાતે શ્રી વેગડાજી ભીલ સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા ૧૫ મો ૧૧ કું ડી યજ્ઞ યોજાયો જેમાં મંદિર સાનિધ્યે એસ.ટી. બસ ડેપો સામે આવેલ વેગડાજી ભીલની ડેરીએ ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર-સોમનાથ અને જુનાગઢ જીલ્લાના ભીલ પરિવારના ૨૦૦૦ લોકો ઉપસ્થિત રહ્યા.

આ પ્રસંગે શ્રી વેગડાજી ભીલ સ્મૃીત ટ્રસ્ટ- મહુવાના પ્રમુખશ્રી બબાભાઇ ભીલે સોમનાથ ખાતે પત્રકાર મિલનમાં જણાવ્યુ કે, પ્રાચીન સમયમાં સોમનાથ ખાતે મંદિરની રક્ષા માટે શહિદ થનાર વેગડાજી ભીલની સોમનાથ ખાતે મુકવા માટેની પ્રતિમા તૈયાર થઇ ચુકી છે.

આ પ્રતિમા અશ્વ ઉપર સવારી સાથેની છે જે પંચધાતુની બનેલી છે અને અમદાવાદના શિલ્પી હિતેશ દ્વારા તૈયાર કરાઇ છે અને જેનું વજન ત્રણ ટનનું અને સાડા નવ ફુટ ઊંચાઇ છે અને હાલ પ્રતિમા મુકવાનું સ્ટેન્ડ તેયાર કરાઇ રહ્યુ છે. અને જે તૈયાર થશે સોમનાથ ટ્રસ્ટ અને સત્તવાળાઓ સાથે સંકલન કરી લોર્કાપણ કરાશે ટ્રસ્ટના અન્ય અગ્રણી એ જણાવ્યું  કે પ્રાચીન સોમનાથ મંદિર જયારે છેલ્લે લુંટાયું ત્યારે તેને બચાવવા ભીલ પરિવારના ૫૦૦ માણસો દ્રોણના નેશમાંથી આવ્યા હતા જેઓ સોમનાથની સખાતે ચઢનાર અન્ય વીર પુરુષોની સાથે મંદિર બચાવવા ઝઝુમ્યા હતા જેની સ્મૃતિમાં વેગડાજી ભીલ ખાંભીએ પ્રતિ અખાત્રીજે હવન કરીએ છીએ પુસ્તક પણ બહાર પાડવા સંકલ્પ કરાયો છેે. (૧.૩)

(12:03 pm IST)