Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

જૂનાગઢ જટાશંકર મંદિરે મહાયાગ યજ્ઞ

 જૂનાગઢ : ગિરનાર પર્વતના ગુપ્ત દ્વાર સમા પ્રાચીન જટાશંકર મહાદેવ મંદિરે શ્રી રાજરાજેશ્વરી પીઠની સ્થાપના અને છ દિવસ સુધીનો ભવ્ય ધાર્મિક મહોત્સવ યોજાયો હતો. શ્રી જટાશંકર મહાદેવ મંદિર પરિસરમાં માં દશમહાવિદ્યાઓની સ્થાપના કરી તેનું મંદિર હતું જેનો જિર્ણોધ્ધાર કરી નૂતન મંદિર ઉપર કળશની સ્થાપના કરાઇ હતી. સમગ્ર સોરઠ પંથકમાં કદાચ સૌપ્રથમ વખત શ્રી વિદ્યાપ્રેરીત શ્રી મહાયાગ યજ્ઞનું આયોજન થયું હતુ. જેમાં અખાત્રીજના પાવનદિને શ્રી મહાયાગનો વહેલી સવારથી પ્રારંભ કરાયો હતો અને દશેય દેવીઓના મંદિર ઉપર કળશ ચડાવાયા હતા. જેમાં શ્રી કાલી માતા, તારા માતા, ત્રિપુરા ભૈરવી માતા, ધુમાવતી માતા, છિન્નમસ્તકા માતા, ત્રિપુરા સુંદરી માતા, મહાલક્ષ્મી માતા, માતંગી માતા, ભુવનેશ્વરી માતા, બગલામુખી માતાના મંદિર ઉપર કળશવિધીમાં સહસ્ત્ર કળશ અભિષેક શ્રી પરશુરામ ભગવાનને અભિષેક, શ્રી મહાયાગ યજ્ઞ, ચંડીપાઠમાં વિદ્વાન, બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે પુજાવિધી સંપન્ન થઇ હતી. જગ્યાના મહંત પૂ.પુર્ણાનંદજી બાપુ ગુરૂશ્રી બાલાનંદજી બાપુ દ્વારા આ ધાર્મિક મહોત્સવના પધારેલા ભાવિકો માટે પ્રસાદ ભોજનની વ્યવસ્થા કરાઇ હતી આ છ દિવસીય મહોત્સવમાં શ્રી વિદ્યાના ૨૧ પંડીતો (ભૂદેવો) હાજર રહ્યા હતા અને જૂનાગઢ સામવેદ ગુરૂકુળના શાસ્ત્રી ચેતન મહારાજ તેમના શિષ્યો ભુદેવોની સાથે આ ધર્મકાર્યમાં જોડાયા હતા. ધાર્મિક મહોત્સવની તસ્વીરો.(૪૫.૪)

(11:56 am IST)