Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

પાટીદાર સમાજના ઘરમાં દિકરીઓ-વહુઓ ગ્રેજયુએટ છે તેનો શ્રેય ઓ.આર. પટેલને જાય છે

ટંકારામાં પ્રતિમાં અનાવરણ પ્રસંગે સાંસદ કુંડારીયાનું પ્રેરક ઉદબોધન

ટંકારા, તા.૧૯ : ટંકારામાં ઓરપેટ સંકુલમાં સમાજના મોભી અને શિક્ષણવિદ પ.પૂ. જયરાજભાઇ એ પટેલ તથા પાટીદાર મહાનાયક પ્રેરણા મૂર્તિ ઓ.આર.પટેલની પૂર્ણ કદની પ્રતિમા અનાવરણ સમારોહ યોજાયો હતો.

ભજનાનંદ આશ્રમ બોટાદના મહંત સ્વામીશ્રી આત્માનંદ સરસ્વતીજીના વરદ હસ્તે પ્રતિમા અનાવરણ કરાયેલ. સંકટ નિવારણ ટ્રસ્ટના પ્રમુખશ્રી પ્રવિણભાઇ ઓ.ભાલોડીયા તથા બાબુભાઇ એચ. ઘોડાસરા દ્વારા પ્રતિમાને હારતોરા કરાયેલ તેમજ ડો.કલ્યાણીબેન રાવલ દ્વારા સ્વાગત કરાયું હતું.

સંસદસભ્યશ્રી મોહનભાઇ કુંડારીયાએ જણાવેલ કે શ્રી ઓ.આર.પટેલ તથા શ્રી જયરાજભાઇ પટેલે આજથી ત્રીસ વર્ષ પહેલા ડુંગરાળ કાંટાળા રસ્તા ઉપર વિકાસની જે કેડી  કંડારેલ. તેના થકી આપણે આગળ વધ્યા છીએ. એચ.ઘોડાસરાએ જણાવ્યું કે જયરાજભાઇ પટેલ ડેપ્યુટી કલેકટર હતા. ટંકારાના સપુત છે. દિકરીઓને ઘર આંગણે શિક્ષણ મળે તે તેમનું સ્વપ્ન હતું. ઓ.આર.પટેલ તથા જયરાજભાઇ પટેલ દ્વારા મોરબી-માળીયા જામનગર તમામ વિસ્તારોને સ્પર્શતું કાર્ય કરેલ છે.

મેહુલભાઇ પટેલે જણાવ્યું કે લજાઇ ખાતે લીધેલ જમીનમાં મલ્ટીસ્પેશ્યાલીસ્ટ  હોસ્પિટલ બનાવવાનું મહાનુભાવોનું અધુરૂ સ્વપ્ન છે તે પુરૂ કરવા પ્રયત્ન કરવા અનુરોધ કરેલ. વલમજીભાઇ અમૃતીયાએ જણાવેલ કે ગામડાઓના દરેક ઘરમાં દિકરીઓ વહુઓ ગ્રેજયુઅટ છે તે આ બે મહાનુભાવોનો પ્રતાપ છે. પ્રમુખ સ્થાનેથી પ્રવિણભાઇ ઓ.પટેલે જણાવ્યું કે પૂ.ઓ.આર.પટેલ તથા જયરાજભાઇ પટેલ દ્વારા વીસ વરસ પહેલા કરેલા કાર્યો યોગ્ય છે. પરંતુ આજના યુગમાં આપણે ઘણું કરવાનું બાકી છે. મોરબી કન્યા છાત્રાલય રોડ ઉપર આવારા તત્વો દ્વારા કાયમી દિકરીઓને હેરાન કરાય છે. એકસો યુવાનોની ટીમ બનાવી કામ કરો રક્ષણ કરો તો જ ભવિષ્યમાં જીવી શકસો.

બ્યુરોકસીમાં આઇ.એ.એસ., આઇ.પી.એસ., પી.આઇ. જેવી પોસ્ટમાં આપણા યુવાનો તે મોકલો અમદાવાદ ખાતે સેન્ટર શરૂ કરી પુરો સહયોગ આપવા જણાવેલે. પૂ. સ્વામી આત્માનંદજીએ આર્શિવાદ આપેલ.

સમારોહ ડો.ડાયાભાઇ પટેલ, પ્રમુખ ઉચીયાધામ સિદસરના પ્રમુખ સ્થાને યોજાયેલ. કાર્યક્રમમાં વસંતભાઇ ભાલોડીયા, પ્રવિણભાઇ રામજીભાઇ ભાલોડીયા, વલમજીભાઇ અમૃતીયા, પંચાણભાઇ ભૂત, હીરાભાઇ ફેફર, ધનજીભાઇ ઝાલરીયા,  દિપકભાઇ સુરાણી, લીંબાભાઇ મસોત, ડાયાલાલ બારૈયા, જયસુખભાઇ ભાલોડીયા, વેલજીભાઇ બોસ, કે.એમ.પટેલ, બેચરભાઇ હોથી, ગોપાલભાઇ રતનપરા, ધીરજબેન જયરાજભાઇ પટેલ, સરસ્વતીબેન જયરાજભાઇ પટેલ, ચતુરભાઇ અઘારા, ગિરીશભાઇ અઘારા, દિપકભાઇ રાજપરા વિગેરે ઉપસ્થિત રહેલ. ઓરપેટ સ્ટાફના કમલેશભાઇ ભોરણીયા, કિંજલબેન જોષી, મધુબેન પટેલ, જાગૃતીબેન તથા સ્ટાફ ટ્રસ્ટી હતા. વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

સંસદ સભ્યશ્રી, મોહનભાઇ કુંડારીયા તથા જેરામભાઇ વાંસાજાળીયાનું મોમેન્ટો આપી સન્માન કરાયેલ. દિપ પ્રાગટય આત્માનંદ સરસ્વતી દ્વારા કરાયેલ. આ સમારોહમાં વિશાળ સંખ્યામાં પાટીદાર આગેવાનો ઉપસ્થિત રહેલ.(૨૩.૩)

(11:55 am IST)