Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

ગુજરાતમાં પણ એસ્ટ્રોસીટીની ફરિયાદમાં પોલીસને હળવાશથી લેવાના પરિપત્રથી દલીતો કાળઝાળઃ ર૦૧૯ માં ભાજપને ભારે પડશેઃ મણવર

ઉપલેટા તા. ૧૯ :.. માજી સાંસદ માજી મંત્રી અને દલીતો ગરીબો ખેડૂતો અને તમામ કચડાયેલા વર્ગ માટે જીવનભર જેને ખુબ જ સઘર્ષ કર્યો છે કાયમ તેના હામી રહ્યા છે ભુતકાળમાં ભાયાવદર ખાતે ડેમની જમીન ગરીબોને વાવવા આપવા બાબતે જીવલેણ હૂમલાનો ભોગ બનેલ અને તેને કારણે આજીવન વિકલાંગ બન્યા છે. છતાં પણ હિંમત હાયા વગર આજે પણ ગરીબો માટે સંઘર્ષ કરી રહ્યા છે. તેવા બળવંતભાઇ મણવરે એક નિવેદનમાં જણાવેલ છે કે વર્તમાન કેન્દ્ર અને ભાજપની સરકાર દલીતો ગરીબો ખેડૂત વિરોધી છે તેમાયે તેમને દલીતો પ્રત્યે ખુબ જ મોટી સુગ છે તેથી જ છેલ્લા ત્રણ વર્ષમાં કેન્દ્રમાં આવેલી મોદી સરકારના સમયમાં જ તેમના દબાણને કારણે સુપ્રીમ કોર્ટે એસ્ટ્રોસીટીના કાયદાને હળવો કરવા જણાવેલ છે. ઉપરોકત ચુકાદાને આગળ ધરી દેશની ભાજપ સ્થિત રાજય સરકારોએ પરિપત્રો બહાર પાડી એસ્ટ્રોસીટીની ફરીયાદો હળવાશથી લેવા પરિપત્રો બહાર પાડી અમલવારી શરૂ કરી દીધી છે તેના ભાગરૂપે ગુજરાતની ભાજપ સરકારના કહેવાથી પરીપત્રો જે તે જીલ્લામાં મોકલી અમલવારી શરૂ થતાં દલીતોમાં ભારે રોષ ઉભો થવા પામ્યો છે.અંતમાં શ્રી મણવરે જણાવેલ છે કે ર૦૧૯ ની લોકસભાની ચૂંટણી બારણે ટકોરા મારી રહી છે ત્યારે વર્તમાન મોદી સરકાર માટે મૃત્યુઘંટ સાબીત થશે કારણ કે દેશનો સંગઠીત દલીત સમાજ સહિત એસસી - એસસીટી સમાવિષ્ટ આવી તમામ જ્ઞાતિઓ અને નોટબંધી, બેંકોના કૌભાંડો, જીએસટી, ખેડૂતોને તેમની જણસીના ઓછા ભાવો, પાક વિમો, પીવા અને સિંચાઇના પાણીની મુશ્કેલી, સહિતની બાબતે આ તમામ પ્રશ્ને ભાજપને ખૂબ જ સહન કરવુ પડશે તેવું અંતમાં જણાવી દલીતોને સંગઠીત થઇ આંદોલન કરવા હાંકલ કરેલ છે.

(11:51 am IST)