Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

કચ્છના તુણા ગામમાં સગા ભાણેજના હાથે ૨૧ છરીના ઘા ઝીંકીને મામીની હત્યા

ભુજ તા. ૧૯: અંજાર તાલુકાના તુણા ગામે સગા ભાણેજે મામી ઉપર છરીના ઉપરા ઉપરી ૨૧ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે હત્યારા ભાણેજ તથા તેના મિત્ર સામે ખુનનો ગુન્હો નોંધી ઘરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ હુસેનભાઇ ભગુભાઇ ખલીફા (ઉ.વ.૧૮) (રહે.તુણા તા. અંજાર) ની ફરીયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે હત્યાનો બનાવ ગઇકાલે સાંજે સાડા છ વાગ્યાના અરસામાં બનવા પામ્યો હતો. ભુજના રાનગરીમાં રહેતા ગુલામ ખલીફા તથા તેના મિત્ર હનીફ અબ્દુલા અલીયાએ બનાવને અંજામ આપ્યો હતો. અઢી વર્ષ પહેલાા ભીમાસર ગામે લગ્ન પ્રસંગમાં તેઓના નાનાને ત્યાં ખુરશીમાં બેસવા બાબતે બોલાચાલી થતા તેઓની માતા ગુલબાનુ (ઉ.વ.૩૫) વચ્ચે પડેલ તે અંગેનું મનદુઃખ રાખી તેમજ તેઓની બહેન ફાતમાનું સગપણ ગુલામ ખસીફાના નાના ભાઇ અલીમામદ સાથે કરવાનું હોઇ તેઓની માતાએ સગપણ અંગે ના પાડતા તેનું મનદુઃખ રાખી બંન્ને શખ્સો તેઓના ઘરે આવી તેઓની માતા ગુલબાનુને ફળિયામાં બોલાવી છરીના ઉપરા ઉપરી ૨૧ ઘા મારી હત્યા કરી હત્યારા નાસી છુટયા હતા. કંડલા મરી પોલીસે આરોપીઓ સામે ખુનનો ગુન્હો નોંધી ઘરપકડ કરવા માટે પીએસઆઇ કે.એફ. દેવમોરારીએ ચક્રો ગતિમાન કરેલ છે.

પિતા-પુત્ર ઉપર હુમલો

ખોખરા ગામે દલીતવાસમા ંઆ બનવા પામ્યો હતો. ભૂરા નારણ દલીત દારૂ પીને ગાળાગાળી કરતો હોઇ તેને ઠપકો આપવા ગયેલા મનજીભાઇ નારણભાઇ દલીત (ઉ.વ.૬૦) તથા પ્રેમજીભાઇ મનજી દલીત (ઉ.વ.૨૫) ને ભૂરા નારણ દલીત તથા દિનેશ ભૂરા દલીત અને રોશ ભૂરા દલીત (રહે. ત્રણેય ચંદ્રનગર ખોખરા તા. અંજાર) ઉશકેરાઇ જઇ ગાળો આપી મનજીભાઇના મોઢા ઉપર ધારીયુ મારી તથા તેમના દિકરા પ્રેમજીના હાથમાં લાકડીઓ મારી ફ્રેકચર સહિતની ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

 

(11:41 am IST)